Abtak Media Google News

મહિલાઓને ર્આકિ ઉપાર્જન વડે સ્વાવલંબી બનાવવા અદકેરી કામગીરી કરતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલાઓના સામાજિક-ર્આકિ ઉતન માટે સવિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને આજ રોજ રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનના હસ્તે જુની કલેકટર કચેરી ખાતે સપના મિશન મંગલમ દ્વારા સંચાલિત અને રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એન્જસી દ્વારા પ્રેરિત “મંગલમ સખી કેન્ટીનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

જૂની કલેકટર શરૂ કરવામાં આવેલી આ કેન્ટીન  દિન દયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત રાજકોટ તાલુકના ગૌરીદળ ગામના “સપના મિશન મંગલમ સખીમંડળની ૧૦બહેનો દ્વારા કાર્યરત કરાઇ છે. આ સખીમંડળની બહેનો ર્આકિ રીતે પગભર વા માટે અનેક પ્રવૃતિઓ કરી રહી છે. જે માટે તેમને ૪ લાખની બેંક લોન આપવામાં આવી છે. જેમાંી સખીમંડળની બહેનોએ આ કેન્ટીનની શરૂઆત કરી છે.

મંગલમ સખી કેન્ટીનનું ઉદ્ધાટન કરીને જિલ્લા કલેકટર રેમ્યા મોહનએ સખીમંડળની બહેનોને શુભેચ્છાઓ પાઠવીને તેમની સો વાતચીત કરી હતી. તેમજ કલેકટર રૈમ્યા મોહન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલએ કેન્ટીનનું નિરીક્ષણ કરીને સ્વચ્છતાને આગ્રહ આપીને કેન્ટીન ચલાવવામાં આવે તેવું બહેનોને માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા લાઈવલી હુડ મેનેજર વિરેન્દ્ર બસિયાએ વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે,”મહિલાઓને આજીવિકા મળી રહે અને પગભર બને માટે જિલ્લા વહીવટી તંત્ર અને  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પરીણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લાની દરેક સરકારી બિલ્ડીંગ અને કચેરીઓમાં જ્યાં જાહેર જનતાની અવર જવર છે ત્યાં સખીમંડળની બહેનો દ્વારા બનાવેલી વાજબી-ગુણવત્તા યુક્ત વસ્તુઓ અને ખાદ્યપર્દાોનું વેચાણ કરીને ર્આકિ ઉપાર્જન કરી શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે હાલ જૂની કલેકટર કચેરીએ મંગલમ સખી કેન્ટીનની શરૂઆત કરવામાં આવી છે. તેમજ સખીમંડળની બહેનો દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને રંગોળીના રંગો અને હા બનાવટના દિવાઓ જેવી વસ્તુઓનું વેચાણ કરી શકે તે માટે જિલ્લા પંચાયત અને જૂની કલેકટર કચેરી ખાતે એમ કુલ ત્રણ સ્ટોલ ઉભા કર્યા છે. તેમજ આ સિવાય ૩ ી ૪ અન્ય લોકેશનનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે.

સખીમંડળની બહેનોને આજીવિકા અને પ્રોત્સાહન મળે ગાંધીનગર ખાતે સ્તિ વિવિધ સરકારી કચેરી અને વડી કચેરી દ્વારા સખીમંડળની બહેનો દ્વારા બનાવેલ વસ્તુઓની ખરીદ કરવામાં આવી છે તેમ વિરેન્દ્ર બિસયાએ વધુમાં ઉમેર્યું હતું. આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્યા, રાજકોટ જિલ્લાના પ્રાંત અધિકારી સિર્ધ્ધાસિંહ ગઢવી, ચરણસિંહ ગોહિલ,તાલુકા વિકાસ અધિકારી પી.સી. પરમાર, મિશન મંગલમ યોજનાના આસિસ્ટન્ટ મેનેજર એલ્વીશ ગોજારિયા, આસિસ્ટન્ટ મેનેજર સરોજબેન મારડીયા અને અન્ય કર્મચારીઓ ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.