લોકડાઉનના નિયમોનું પાલન કરવા કલેક્ટર રવિશંકરનો અનુરોધ

કલેકટર રવિશંકરે જામનગરની જનતાને લોકડાઉનના નિયમોનું પાલન કરવા અનુરોધ કરતાં કહ્યું હતું કે, હાલમાં ઘણી જગ્યાએ લોકો વધુ ભીડ એકઠી કરી રહ્યા છે,લોકો ગભરાઇ નહીં કે કોઈ વસ્તુ તેમને નહીં મળે. આગામી સમયમાં ધીમે ધીમે લોકડાઉન ખુલશે,કોઈપણ વસ્તુ મેળવવા માટે લોકો લોકડાઉનના નિયમોને ભૂલે નહીં. સ્કૂટર અને કાર માટેના જે નિયમો તંત્ર દ્વારા નિર્ધારિત કરેલા છે તેમનું લોકો પાલન કરે. બાળકો, વૃદ્ધોને આ સંક્રમણથી બચવા માટે ઘરમાં જ રાખો. લોકો કારણ વગર બહાર નીકળે નહીં અને ઘરેથી બહાર નિકળતા જેમ અગાઉ પર્સ, મોબાઈલ યાદ રાખીને લેવામાં આવે છે

આ ઉપરાંત કલેકટરએ જણાવ્યું હતું કે, આફ્રિકાથી તીડનું એક મોટું ઝૂંડ ગુજરાત તરફ આવી રહ્યું છે, જેનાથી જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાને નુકસાન થઈ શકે છે.

આ અંગે જો કોઇને તીડ જોવા મળે તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પરિસ્થિતિ માટે કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે, તેમાં હેલ્પલાઇન નં. ૦૨૮૮-૨૫૫૬૧૧૯ અને ૧૦૭૭ પર સંપર્ક કરવા લોકોને અપીલ છે.

Loading...