Abtak Media Google News

લાલપુર-જામજોધપુર મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર રવિશંકરની અધ્યક્ષતામાં બેઠક મળી: તાલુકાઓની પરિસ્થિતિનો તાગ મેળવ્યો

નોવેલ કોરોના વાયરસ COVID-૧૯નો જામનગર જિલ્લામાં વધુ ફેલાવો ન થાય તે અનુસંધાને આજરોજ લાલપુર તથા જામજોધપુર મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર રવિશંકરએ લાલપુર તથા જામજોધપુર તાલુકામાં બહારના જિલ્લામાં આવીને આ જિલ્લામાં કોરન્ટાઇન રહેલા નાગરિકોને હોમ કોરન્ટાઇનમાં કેવી રીતે રહે છે ? તેની વિસ્તુતમાં જાણકારી મેળવી ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ હતું.

નાના બાળકો, સગર્ભા બહેનો અને વૃધ્ધોની ખાસ કેર લેવા આરોગ્ય અધિકારીઓને જિલ્લા કલેકટર રવિશંકરએ જણાવી વધુમાં ઉમેર્યું કે, લોકો  ઘરેથી ઓફિસે અથવા કામકાજના સ્થળે નિકળતી વખતે જરૂરી ચીજવસ્તુઓની સાથે માસ્ક પણ ન ભૂલે તેવી ખાસ અપીલ કરી હતી.

આગામી દિવસોમાં સરકારી કચેરીઓ હવે ચાલુ થવાની છે જેથી કયાં પ્રકારની તકેદારી કચેરીઓમાં રાખવી તે અંગે અધિકારીઓને જિલ્લા કલેકટર રવિશંકરએ સુચન કરેલ હતું.

જિલ્લા કલેકટર રવિશંકરએ લાલપુર ખાતે આજરોજ બેઠક યોજતા પહેલા લાલપુર સબ રજીસ્ટ્રાર કચેરીની મુલાકાત લીધી હતી.

આ બેઠકમાં  નાયબ જિલ્લા વિકાસ અધિકારી અફસાના મકવા, લાલપુર મામલતદાર અરવિંદ રાઠોડ, લાલપુર તાલુકા વિકાસ અધિકારી દિયા કોટેચા, લાલપુર તાલુકા હેલ્થ ઓફિસર કુડેચા, જામજોધપુર મામલતદાર ડી.એચ.કાછળ,  જામજોધપુર તાલુકા વિકાસ અધિકારી પી.ડી.સંચાણીયા, જામજોધપુર પોલીસ ઇન્સપેકટર  પ્રજાપતી, પોલીસ સબ ઇન્સપેકટર વાળા,  જામજોધપુર તાલુકા હેલ્થ ઓફિસર, પટેલ, જામજોધપુર ચિફ ઓફિસર અશ્વિન વ્યાસ ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.