Abtak Media Google News

કલેકટર રેમ્યા મોહનના ચેરમેન પદે ૪ સભ્યોની ખાસ સમિતિ

સ્થળ મુલાકાત સમિતિ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોની મુલાકાત લઈ જોખમી કેમીકલનો ગેરકાયદે સંગ્રહ શોધશે

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ ટીમમાં સામેલ હશે

અમદાવાદનાં પીરાણા ખાતે કેમીકલના ગોડાઉનમાં તાજેતરમાં બનેલી આગ દુર્ઘટના બાદ હવે રાજયમાં અન્યત્ર આવા બનાવો રોકવા માટે સરકારે તમામ જિલ્લા કલેકટરોને જોખમી કેમીકલના ગેરકાયદે સંગ્રહ શોધી કાઢવા આદેશ કર્યો છે.

આ માટે જે તે જિલ્લા કક્ષાએ નિરીક્ષણ માટે સમિતિ પણ રચવામા આવી છે. આ ઉપરાંત જિલ્લામાં આવા સંગ્રહ સ્થશનો શોધવા માટે ફિલ્ડ મુલાકાત માટે ટીમ પણ રચવામાં આવી છે.

અમદાવાદના પીરાણા ખાતેનાં એક જોખમી કેમીકલ ગોડાઉનમાં ૪ નવેમ્બરના રાજે આગ લાગી હતીને કેમીકલનાં લીધે વિસ્ફોટ થયા હતા જેમાં ૧૨ નિદોર્ષ લોકોના જીવ ગયા હતા આ બનાવને સરકારે ગંભીર ગણી અમદાવાદ સહિતના રાજયના તમામ જિલ્લામાં ભવિષ્યમાં આવા બનાવો રોકવા માટે તકેદારીના પગલા લેવા જિલ્લા કલેકટરને આદેશ કર્યો છે.

રાજયનાં વધારાના ગૃહ સચિવ અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના આદેશને પગલે રાજકોટ જિલ્લામાં પણ આવી જિલ્લા કક્ષાની સુપરવાઈઝરી કમીટી રચવામાં આવી છે.

નિવાસી અધીક કલેકટરનાં વડપણ હેઠળની સુપરવાઈઝીંગ કમીટી જેતે જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમો વસાહતો જીઆઈડીસી, પાલીકા વિસ્તાર સહિતના વિસ્તારોમાં આવેલા જોખમી કેમીકલને ગેરકાયદે સંઘરનારા એકમો જુથ કે વ્યકિતને શોધી યોગ્ય પગલા લેશે.

આવા એકમો શોધી કાઢવા માટે ફિલ્ડ જિલ્લામાં તપાસ કરવા માટે ડે. કલેકટરની આગેવાની હેઠળ ફિલ્ડ સમિતિ રચવામાં આવી છે.

સ્થળ મુલાકાત લેનાર ટીમમા ડે. કલેકટર ઉપરાંત સભ્યોમાં મામલતદાર, જીઆઈડીસી, નિર્દષ્ઠ વિસ્તારના ડે. કમિશનર, પોલીસ મથક હેઠળના પીઆઈ કે પીએસઆઈ, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગના પ્રતિનિધિ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વિભાગીય કચેરીનાં પ્રતિનિધિ સામેલ કરાયા છે.

આ સ્થળ મુલાકાત ટીમ જે તે વિસ્તારોની મુલાકાત લઈ આવા એકમો હશે તો તેનો રિપોર્ટ જેતે ઉચ્ચ સતાધીશોને તત્કાલ કરશે આ ઉપરાંત જે તે એકમ કે સંગ્રાહક સામે પગલા લેશે આ ટીમ જિલ્લા કમીટીને રોજેરોજ રિપોર્ટ કરશે.

આ બધી ટીમોને આવો સર્વે ,. તપાસ કરવાની રહેશે અને રિર્પો આપવાનો જિલ્લા કમીટીના સભ્ય સચિવ પ્રદુષણ નિયંત્રણ બોર્ડને રિપોર્ટ કરશે.

જિલ્લા સમિતિના ટીમ લીડર તા.૨૫.૧૧ સુધીમાં રીપોર્ટ બનાવી જે તે સંબંધીત વિભાગોને પગલાલેવા રિપોટ; કરશે.

આ ઉપરાંત જિલ્લા સુપરવાઈઝરી કમીટીના સભ્ય સચિવ જે તે વિભાગ દ્વારા લેવાયેલા પગલાનો રિપોર્ટ તૈયાર કરશે અને જિલ્લા કક્ષાની સમિતિ સમક્ષ રજૂ કરશે.બાદમાં આ આગળના પગલા માટે ઉચ્ચ કક્ષાએ મોકલશે તેમ જિલ્લા કલેકટરની યાદીમાં જણાવાયું છે.

જિલ્લા કક્ષાની સુપરવાઈઝરી કમીટી

નિવાસી નાયબ કલેકટર (ચેરમેન)

ઔદ્યોગિક્સલામતી અને આરોગ્ય વિભાગના ડે. ડાયરેકટર (સભ્ય)

જિલ્લા પોલીસ વડા (સભ્ય)

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વિભાગીય અધિકારી (સભ્ય સચિવ)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.