Abtak Media Google News

સમગ્ર જીલ્લામાં મતદાન જાગૃતિ ફેલાવશે

આગામી લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જીલ્લા વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શ‚ કરી દેવામાં આવી છે. જેમાં ઈવીએમ અને ઈવીપેટનો કેવી રીતે ઉપયોગ કરવો અને મતદારોએ કઈ રીતે મત આપવો તે અંગેની સમજણ આપવા માટે ખંભાળીયા પ્રાંત કચેરીથી દેવભૂમિ દ્વારકાના કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ મતદાર જાગૃતિ રથને પ્રસ્થાન કરાવ્યો હતો.

આ રથ દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા અને ભાણવડ તાલુકાના વિવિધ શહેરો અને ગામોમાં ફરશે. અધિકારીઓ દ્વારા ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગેની નિદર્શન દ્વારા લોકોને સમજ આપવામાં આવશે. મતદાર કેન્દ્રો, જાહેર સ્થળો અને અન્ય સ્થળોએ વીવીપેટ અને ઈવીએમ મશીનનું નિદર્શન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ખંભાળીયા પ્રાંત અધિકારી જોશી, ખંભાળીયા મામલતદાર કથીરિયા, ચુંટણી શાખાના અધિકારી તેમજ ખંભાળીયા મામલતદાર ઓફિસના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.