રાજકોટ જિલ્લાનાં તમામ પ્રાંત અધિકારીઓને ઈન્સીડન્સ કમાન્ડરનાં પાવર્સ સોંપતા કલેકટર

124

કોરોનાનાં પગલે થયેલા લોકડાઉનમાં પ્રાંત અધિકારીઓ તમામ સરકારી વિભાગોનું સંચાલન કરી શકશે: કોઈપણ બનાવમાં પોતે તપાસ કરીને જાતે નિર્ણય લઈ શકશે

કોરોનાની મહામારી વધુ વકરે તે પૂર્વે જ સરકારે સમગ્ર દેશને લોકડાઉન કર્યું છે બીજી તરફ રાજય સરકાર પણ કોરોનાને અટકાવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે ઉપરાંત તમામ જિલ્લાઓમાં કલેકટરનાં માર્ગદર્શન હેઠળ લોકડાઉનની ચુસ્ત અમલવારી થાય તે માટે પુરતા પગલાઓ લેવાઈ રહ્યા છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા કલેકટરે જિલ્લાનાં તમામ પ્રાંત અધિકારીઓને ઈન્સીડન્ટ કમાન્ડરનાં પાવર્સ સોંપ્યા છે.

રાજકોટ જિલ્લામાં હાલ કોરોનાનાં ત્રણ પોઝીટીવ કેસ થયા છે જેથી વહિવટી તંત્ર વધુ સતર્ક બનીને પુરજોશમાં કામગીરી કરી રહી છે. ઉપરાંત હાલ જે લોકડાઉનની પરિસ્થિતિ છે તેની ચુસ્ત અમલવારી થાય તે માટે પણ જિલ્લા કલેકટર તંત્રનાં માર્ગદર્શન હેઠળ વિવિધ સરકારી વિભાગો કાર્યરત છે. હાલની સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા કલેકટર રૈમ્યા મોહને રાજકોટ જિલ્લાનાં તમામ પ્રાંત અધિકારીઓને ઈન્સીડન્ટ કમાન્ડરનાં પાવર્સ સોંપ્યા છે જેથી તમામ પ્રાંત અધિકારીઓ તમામ સરકારી વિભાગોનું સંચાલન કરી શકશે. ઉપરાંત કોઈપણ બનાવમાં તેઓ જાતે તપાસ કરીને પોતાનો નિર્ણય જાહેર કરી શકશે.

Loading...