Abtak Media Google News

સ્મશાનમાં અસ્થિના જથ્થા અંગેનો ફોટો વાઇરલ

અઠવાડિયે એક દિવસ ઇલે. ભઠ્ઠી બંધ રાખી સફાઇ કરાય છે

સુરેન્દ્રનગરના સ્મશાનમાં કોરોનાગ્રસ્ત વ્યકિતના અગ્નિ સંસ્કાર બાદ પરિવારજનોને અસ્થિ આપવામાં ન આવતા તેમજ અન્ય વ્યકિતના અસ્થિ દાહ બાદ અસ્થિનો જથ્થો એકત્ર થયો હતો તેમ સ્મશાન સંચાલીત સુમીતભાઇ ઉમરાણીયાએ જણાવાયું હતું.

હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા ના મુખ્ય સ્મશાનનો મૃતકોના અને કોરોના ના દર્દીઓ ના  મૃત્યુ બાદ અગ્નિ સંસ્કાર બાદ હાડકા નો ઢગલો દર્શાવતો ફોટો હાલમાં વાઇરલ થવા પામ્યો છે  સુરેન્દ્રનગર જિલ્લાના સ્મશાન માં જાતે તપાસ કરતા માહિતી મળી રહી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના જે મુખ્ય સ્મશાન માં આવેલી ઈલેક્ટ્રીક ભઠ્ઠી રૂમમાં અગ્નિસંસ્કાર કરેલા મૈયત ના હાડકા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.

સ્મશાન માં આવેલી ઈલેક્ટ્રીક ભઠ્ઠી માં  જિલ્લામાં શહેરી વિસ્તારોમાં જો કોઈ નું મોત નિપજે  તેના અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે  તાજેતરમાં કોરોના ગ્રસ્ત દર્દીઓનું  મોત નિપજે  તો પણ સુરેન્દ્રનગર જિલ્લાના સ્મશાનમાં આવેલી ઈલેક્ટ્રીક ભઠ્ઠી માં આ કોરોના ગ્રસ્ત મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે

સ્મશાનના મુખ્ય કર્તાહર્તા સુમિતભાઈ ઉમરાણીયા દ્વારા હાલમાં જણાવવામાં આવ્યું છે કે તે આ ફોટો વાયરલ થયો છે જે ફક્ત કોરોના ગ્રસ્ત દર્દીઓ ના અગ્નિસંસ્કાર કર્યા બાદ ના અસ્તીઓ નો નથી અને સવારથી સાંજ સુધી મૃતકના જે અગ્નિસંસ્કાર કરવામાં આવે છે તેનો આ ફોટો છે.

Img 20201008 102756

કોરોના ગ્રસ્ત દર્દીઓના અગ્નિસંસ્કાર કરવામાં આવે ત્યારે જિલ્લા સ્મશાનમાંથી અગ્નિ સંસ્કાર બાદ પરિવારજનો ને અસ્થિઓ આપવામાં આવતા નથી અને તેનો નાશ કરવામાં આવે છે તેમ સ્મશાનના મુખ્ય કર્તાહર્તા દ્વારા જણાવવામાં આવ્યું છે એક વ્યકિતના ૧પ કિલો અસ્થિ ભેગા થાય છે

રોજના કોરોના ના ત્રણ દર્દીઓને મુખ્ય સ્મશાન ખાતે અગ્નિસંસ્કાર આપવામાં આવે છે ત્યારે ખાસ કરી  અગ્નિ સંસ્કાર બાદ  મૃતક વ્યક્તિ છે તેના પરિવારજનો  ફક્ત સાત-આઠ હાડકાઓ કુંડળીમાં લઈ જાય છે.

સરેરાસ એક વ્યક્તિ ના અગ્નિસંસ્કાર કર્યા બાદ માનવ શરીરમાંથી ૧૫ કિલો વેસ્ટેજ અસ્થિઓ નીકળે છે સામે જે અગ્નિસંસ્કાર કરવા આવેલા પરિવાર જનો  એક કુંડળીમાં ફક્ત ૭  હાડકાઓ લઈ જવા હોય છે. જેના કારણે સ્મશાનમાં બાકી રહેલા ૧૪ કિલો જેટલા એક વ્યક્તિના  હાડકાઓ ઈલેક્ટ્રીક ભઠ્ઠી માં પડ્યા રહે છે જેના કારણે એક જ દિવસમાં સરેરાશ સો કિલો કરતાં પણ વધુ માનવ કંકાલ ના અગ્નિસંસ્કાર બાદના૧૦૦ કિલો સ્મશાનમાં એકત્રી થાય છે તેમ મેનેજર સુમિતભાઇએ જણાવ્યું છે. .

માત્ર કોરોનાગ્રસ્તોના જ નહીં, તમામ અગ્નિ સંસ્કાર થયેલા લોકોના અસ્થિ છે: સ્મશાન મેનેજર

ઈલેક્ટ્રીક ભઠ્ઠી નું તાપમાન ૩૫૦ ડિગ્રી થી ૭૫૦ ડિગ્રી તાપમાન હોવાના કારણે  સપ્તાહમાં એક વખત ઈલેક્ટ્રીક ભઠ્ઠી બંધ કરી અને આ મૃત દેહના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હોય

તે અસ્થિ સ્મશાનમાંથી સાફ કરવામાં આવે છે.થેા  મેનેજર  સુમિતભાઈ ઉમરાણીયાએ જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું છે કે જેસ્મશાનનો ફોટો વાયરલ થયો છે તે ફક્ત કોરોના ના દર્દીઓ ના અગ્નિસંસ્કાર કર્યા ના હાડકા જ નથી પરંતુ તમામ જે લોકો મૃત્યુ પામ્યા છે તેના હાકડાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.