પીપવાવ પોર્ટમાં કોસ્ટ ગાર્ડનું ઓપરેશન:જહાજમાંથી ચોરી કરતી ગેંગ પકડાઇ

49

રાજુલાના પીપાવાવ પોર્ટમાં કાર્યરત, પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્રમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતુ. જેમાં જહાજમાંથી ચોરી કરતી ગેંગને પકડી પાડેલ છે. જેમાં અલંગ શીપયાર્ડમાં જતુ અલમરનો જહાજમાં ચોરી કરવાના ઈરાદે આ ગેંગ ચડેલ હતી. અને ચોરી કરીને નાસી છૂટે તે પહેલા પીપાવાવ કોસ્ટ ગાર્ડ પહોચી જતા ૯ ઈસમોને બોટ સાથે દબોચી લેવામાં આવેલ છે. તમામ ચોરી કરનારા ઈસમો નવાબંદરનાં રહેવાસી હોવાનું ખૂલવા પામેલ છે.જેમાં સપલા ઈકબાલ હુસમ, બેલીમ ઓસમુમભાઈ ઉમરભાઈ, ચૌહાણ ઈમરાન ઓસમાન, બારૈયા બાલુ ગભરૂ, ચૌહાણ અબ્દેરેમાન જુસબ, સુમરા સલીમ અલી, મંગા વિરા બાભણીયા, ઓસમાન જુસબ ચૌહાણ અને મહમદ હુશેન તમામ રહે. નવાબંદરના છે.આ તમામ ઈસમોને પીપાવાવ કોસ્ટ ગાર્ડ દ્વારા પીપાવાવ જેટી એ લાવીને મરીન પોલીસને સોપવામાં આવી રહ્યા છે. પીપાવાવ કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસની કાર્યવાહી શરૂ થઈ ગયેલ છે. આ નવા ઈસમો ઝડપી પાડતા જહાજમાંથી ચોરી કરતી ગેંગ પકડાઈ ગયેલ છે.

Loading...