Abtak Media Google News

પર્યાવરણ મંત્રાલયે જસ્ટીસ મદન લોકુર અને દિપક ગુપ્તાની ખંડપીઠ સમક્ષ એફીડેવીટ મુકી ૭ વર્ષનો એકશન પ્લાન રજૂ કર્યો

ભારતમાં ૬૦ ટકા ઉર્જાનું ઉત્પાદન ર્મલ પાવર પ્લાન્ટના માધ્યમી ઈ રહ્યું છે. જો કે, ઉર્જાના ઉત્પાદનની સાથો સાથ પ્રદૂષણ વધારવામાં પણ ર્મલ પાવર પ્લાન્ટનો ફાળો વધુ છે. જેી દેશમાં પ્રદૂષણ ઓછુ કરવા હજુ વર્ષ ૨૦૨૨ સુધી રાહ જોવી પડશે તેવો ખુલાસો કેન્દ્ર સરકારે વડી અદાલતમાં કર્યો છે.

વર્ષ ૨૦૧૫માં કેન્દ્ર સરકારે પ્રદુષણ ઓછુ કરવા માટે નીતિ ઘડી હતી. જે ૨૦૧૭માં અમલમાં મુકવાની હતી. આ મુદ્દે સામાજિક કાર્યકર અપરાજીતાસિંઘે અદાલતમાં અરજી કરી હતી જેના જવાબમાં પર્યાવરણ મંત્રાલયે જસ્ટીસ મદન લોકુર અને જસ્ટીદ દિપક ગુપ્તાની ખંડપીઠ સમક્ષ એફીડેવીડ રજૂ કર્યું છે. જેમાં ૨૦૨૪ સુધી એટલે કે ૭ વર્ષનો એકશન પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. ર્મલ પાવર પ્લાન્ટમાંથી બહોળા પ્રમાણમાં પ્રદુષણ ફેલાય છે. અગાઉ પણ વૈશ્ર્વિક સંસઓ અને સનિક એનજીઓ દ્વારા વધતા પ્રદુષણ અંગે ચિંતા વ્યકત કરવામાં આવી હતી. જેના ભાગ‚પે સરકાર પ્રદૂષણ સામે પગલા લેવા નવા નિયમો ઘડશે. પર્યાવરણ મંત્રાલય આ મુદ્દે ગંભીર જણાય રહ્યું છે અને ૭ વર્ષનો એકશન પ્લાન અમલમાં મુકવાની તૈયારી કરવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.