Abtak Media Google News

કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, સહકારી આગેવાન જયોતિન્દ્રભાઈ મહેતા, સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા દ્વારા સેમિનારનું ઉદ્ઘાટન કરવામાં આવશે

સહકાર ભારતી અને રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ.ક્રેડીટ સોસાયટીઝ ફેડરેશન લી, રાજકોટનાં સયુંકત ઉપક્રમે ક્રેડીટ સોસાયટીનાં હોદેદારો, અધિકારીઓ માટે એક સેમિનારનું સેમિનારનું ખુબ સુંદર આયોજન કરવામાં આવેલ છે. જેનું ઉદઘાટન ગુજરાત સરકારનાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, સહકારી આગેવાન જયોતીન્દ્રભાઈ મહેતા, સંસદ સંભ્ય મોહનભાઈ કુંડારીયા કરશે. આકાર્યક્રમમાં ધારાસભ્યો, માજી ધારાસભ્યો, જજો નિવૃત જજો, સીનીયર એડવોકેટ જે.ટી.ફરદુ વિગેેરે સહિતના સીનીયર એડવોકેટો, સહકારી આગેવાનો, શરાફી મંડળીઓનાં હોદેદારોની ખાસ હાજરી રહેશે. ક્રડિટ સોસાયટીના પદાધિકારીઓ, અધિકારીઓને સોસાયટીના રોજબેરોજના કામકાજો કરવા માટે ઘણીજ કાયદાકીય અને વહીવટી કામગીરી માટે પ્રશ્ર્નો આવતા હોય છએ. તેનાં સરળ ઉકેલ માટે સોસાયટીનાં અધિકારીઓ, પદાધિકારીઓને કાયદાકીય માર્ગદર્શન આપવું જરૂરી જણાતાં સહકાર ભારતી અને રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ ક્રેડિટ સોસાયટી ફેડરેશ લી. રાજકોટમાં તા.૨૯નાં રોજ રાજકોટ નાગરીક સહકારી બેંક લી, રાજકોટમાં એક સુંદર સેમીનારનું આયોજન કરેલ છે. તેમાં સહકારી ક્ષેત્રના નિષ્ણાંતો જરૂરી માર્ગદર્શન આપણે તેવું મહેન્દ્રભાઈ ફરદુ ટપુભાઈ લીંબાસીયા એ જણાવેલ છે. શરાફી સહકારી મંડળીઓનાં ફેડરેશનનાં ચેરમેન મહેન્દ્રભાઈ ફરદુ સહકારી ક્ષેત્રના જાણીતા, માનીતા અને સીનીયર એડવોકેટ છે તેમની પાસી ક્રેડીટ સોસાયટી ચલાવવા માટે જે કોઈ પશ્ર્ન ઉદભવે તેનો સત્વરે ઉકેલ, જવાબ આપવાની કુદરતે તેમને અપાર શકિત આપેલ છ અને કાયદાકીય મુદ્દાઓ, અલગ અલગ અદાલતોના ંહુકમો અને સરકાર દ્વારા વખતો વખત જે કોઈ સુધારા વધારા કરવામાં આવે છે. તેનાં પરીપત્ર સહીતની તમામ બાબતોથી તેઓ માહિતગાર હોય છે અને સાથે સાથે સહકારી મુવમેન્ટમાં જે કોઈ સુધારા વધારા થતા હોય અને ભવિષ્યમાં થનાર હોય તેનાથી પણ તેઓ માહિતગાર હોવાનથી સોસાયટીને અત્યારની કાયદાકીય માહીતીઓ અને ભવિષ્યમાં થનાર હોય તેનાથીપણ તેઓ માહિતગાર હોવાથી સોસાયટીને અત્યારની કાયદાકીય માહીતીઓ અને ભવિષ્ય માટેની પુર્વ તૈયારીઓ માટે પણ તેમના તરફથી માર્ગદર્શન આપવામાં આવશે. મહેન્દ્રભાઈ ફરદુ દ્વારા કાયદાકીય, પેટા નિયમ, ચુંટણીના નિયમ સાધારણ સભાનું મહત્વ, બોર્ડ ઓફ ડાયરેકટર્સ ઓની કામગીરી, સભાસદોની જવાબદારીઓ જરૂરીયાતો, ઓડીટનું મહત્વ અને વખતો વખતનાં સરકારીના પરીપત્રોનીઅમલવારી કઈ રીતે કરવી તેનું પણ માર્ગદર્શન આપવામાં આવશે.વિશેષમાં લોનની વસુલાત, ચેક રીટર્ન અન્વયેની કાર્યવાહી એન.પી.એ.નાં ધોરણો, ચુંટણીઅન્વયેનું માર્ગદર્શન અને લોન આપતી વખતે શું શું કાળજી રાખવી અને થાપણદારોનું સોસાયટીના વિકાસમાં શું યોગદાન મહત્વ છે તેની પણ સમજણ આપવામાં આવશે, શરાફી સહકારી મંડળીમાં છેલ્લા ઘણા વર્ષો થયા ઈન્કમટેક્ષ અન્વયેનાં પ્રશ્ર્નો સોસાયટીના હોદેદારો અને અધિકારીઓ દ્વારા પુછવામાં આવે છે. તેથી ઈન્કમટેક્ષમાં પ્રેકટીસ કરતાં તેવા દિપકભાઈ રીંડાણી (સી.એ.) આ સેમીનારમાં હાજર રહીને ઈન્કમટેક્ષનાં દરેક મુદ્દાઓ ઉપર માર્ગદર્શન આપશે. સહકારી ક્ષેત્રના સીનીયર અધિકારી, નિવૃત જજ હાલ બેંક સહિતની અલગ અલગ સંસ્થાઓમાં આરબીટ્રેટર તરીકે ફરજ બજાવનાર એ.એસ.ખંધાર પર સેમિનારમાં હાજર રહી શરાફી સહકારી મંડળીઓને ચલાવવા સહિતની બાબતોથી પડતી મુશ્કેલીઓ અને તેનાં ઉકેલ માટેના વિચારો સોસાયટીના હોદેદારો પાસે મુકશે અનેતેમના કોઈ પ્રશ્ર્નો હશે તોપ્રશ્ર્નતરી સ્વરૂપે જવાબ આપવાનું અને વિચારોની આપ લે કરવાનું સુંદર પ્લાનીંગ સેમીનારના કાર્યકર્તાઓએ કરેલ છે. સહકાર ભારતીનાં સીનીયર પ્રચારક જીતુભાઈ વ્યાસ પણ આસેમીનારમાં ખાસ હાજર રહીને શરાફી સહકારી મંડળીના પદાધિકારઓ, અધિકારીઓને પોતપોતાની સોસાયટી કઈ રીતે ચલાવવા, તેનો કઈ રીતે વિકાસ કરવો અને અત્યારનાં સભાસદો, થાપણદારો અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને શું શું જરૂરીયાત છ તેે અન્વયેનું માર્ગદર્શન આપશે. અને તેમના બહોળા અનુભવનો લાભ સૌરાષ્ટ્રની શરાફી સહકારી મંડળીઓેને મળશે.અને આ સેમીનારને શરૂઆતથી અંત સુધી પુર્ણ કરવા માટે ડો. એન.ડી.શીલુ શ્રી એચ.એચ.જાડેજા સહિતના પોતાના વિચારોની પણ આપ લે કરશે.

7537D2F3 22

કેડીટ સોસાયટીઓનાં અધિકારી, પદાધિકારીઓને સોસાયટીનો વહીવટ, વ્યવહાર કરવા માટે કાયદાકીય માહિતી આપતી બુકલેટ સુભાષભાઈ જી.પટેલ એડવોકેટ, સતિષભાઈ આર.દેવલીયા એડવોકેટ તથા જિલ્લા રજી.કચેરીના નિવૃત અધિકારીએ.એસ.કુરીયા એ તૈયાર કરેલ છે અને તેનું લોન્ચીંગ કેબીનેટ મંત્રી સહિતના લોકો દ્વારા કરવામાં આવશે અને તે હાજર તમામ સભ્યોને ફીમાં આપવામાં આવશે.આબુકલેટનાં સ્પોન્સર તરીકે બાન લેબ્સનાં મૌલેશભાઈ ઉકાણી, કલ્પતરૂ પોપર્ટીઝના પ્રિયંકભાઈ ફરદુ, રેનિશભાઈ માકડીયા, એશિયા કેડીટ કો-ઓપ સોસા લી, રાજકોટ ટીફસ કેડીટ કો -ઓપ સોસા લી.રાજકોટ અવધુત કેડીટ કો-ઓપ સોસા લી.રાજકોટ અને ગીફટકેર તરફથી સ્પોન્સરશીપ મળેલ છે.
જીલ્લા રજીસ્ટ્રાર ટી.સી. તીર્થાણી શ્રીમતી સંગીતાબેન રૈયાણી પણ આ સેમીનારમાં માર્ગદર્શન આપવા માટે ખાસ હાજર રહેશે અને મંડળીઓના રોજબરોજના જો કોઈ પ્રશ્ર્નો હોય તો તેનો સહકાર ખાતા મારફતે કેમ ઝડપી યોગ્ય નીકાલ થાય અને સહકાર ખાતાના વખતો વખતના પરીપત્રોે અન્વયો કોઈ પણ સોસાયટીના હોદ્દેદારોને કોઈપ પ્રકારની મુઝવણ કે અજ્ઞાનતા હોય તો તેની અરસ પરસ ચર્ચાઓ કરી અને તે વિષય પર સોસાયટીને કઈ રીતે સહકાર ખાતાની કચેરીઓ ઉપયોગી થાય તેનું માર્ગદર્શન આપવામો આવશે તેમજ સહકાર ખાતાના ઓડીટ વિભાગ અધિકારીઓ પણ હાજર રહી ઓડીટ અન્વયેનું મહત્વ જરૂરીયાત વિશે ચર્ચાઓ કરવામાં આવશે. રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ સોસાયટીઝ ફેડરેશન લી, રાજકોટમાં મહેન્દ્રભાઈ કે ફરદુ-ચેરમેન ડો.એન.ડી.શીલુ-વા.ચેનમેન લીલારામભાઈ એચ.પોપટાણી, એમ.ડી.એચ.એચ.જાડેજા, ખજાનચી. અરવિંદભાઈ તાળા, ડાયરેકટર યજ્ઞેશભાઈ એમ.જોષી.ડાયરેકટર, નાથાભાઈ ટોળીયા, ડાયરેકટર રમણીકભાઈ એસ.ઝાલાવડીયા, ડાયરેકટર છબીલભાઈ એમ નથવાણી, ડાયરેકટર જીતેન્દ્રભાઈ ક્રોયાણી-ડાયરેકટર રમણીકભાઈ વાડોદરીયા-ડાયરેકટર બાલુભાઈ સરડવા, ડાયરેકટર તથા લીગલ એડવાઈઝર તરીકે સતિષભાઈ દેથલીયા તથા જનરલ મેનેજર તરીકે ચેતનભાઈ મહેતા ફરજ બજાવી રહયા છે અને આ સેમીનારનું માઈકોલેવલનું પ્લાનીંગ કરી રહ્યા તેમજ આ સેમીનાર ને સફળ બનાવવા માટે સહકારી ભારતીના ટપુભાઈ લીંબાસીયા, ગોપાલભાઈ માંકડીયા, બાલુભાઈ શેઠ, વિભાભાઈ મિયાત્રા તેમજ અલગ અલગ જીલ્લામાંથી વશરામભાઈ ચોવટીયા, વિનોદભાઈ પટેલ, સવજીભાઈ શેખ, પ્રભુભાઈ પનારા, દિગ્વિજયસિંહ ગોહીલ પણ મહેનત કરી રહ્યા છે.આ સેમીનારની સુંદર વ્યવસ્થા જયેશભાઈ સંઘાણી, નરેશભાઈ શુકલ, નયનાબેન મકવાણા કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.