Abtak Media Google News

રેલીમાં મ્યુનિ. કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર, અને આરટીઓ ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓની પ્રેરક ઉ૫સ્થિતિ: પિન્ક ઓટો મહિલા રીક્ષા ચાલકોનું સન્માન કરાયું

રાજકોટમાં ગેસ લિમીટેડ દ્વારા આજે સીએનજી રેલી નીકળી હતી આ સાથે બે દિવસના સીએનજી કાર મેળાનો પણ પ્રારંભ થયો છે.

રેલી અને મેળો યોજવાનો મુખ્ય ઉદેશ સંભવિત ગ્રાહકોને સી.એન.જી. ગેસના વપરાશ વિશે જાગૃત કરીને તેમને જોડવાનો છે. ઉપરાંત સીએનજીના ફાયદાઓ વિશે કેળવવાની છે. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાની, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિઘ્ધાર્થ ખત્રી તથા આર.ટી.ઓ ઇન્સ્પકેટર જે.વી. શાહ ઉ૫સ્થિત રહ્યા હતા. આ મેળામાં સુમન બજાજ, અતુલ ઓટો, અજંતા ઓટો, જેવી વિવિધ કંપનીઓએ ભાગ લીધો હતો. આ મેળાનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.20181006100749 Img 3649

ગુજરાત ગેસના સી.ઇ.ઓ. નીતીનભાઇ પાટીલએ જણાવ્યું કે આજે અમે રાજકોટમાં રેલી અને મેળાનું આયોજન કર્યુ છે. અમે રાજકોટ શહેરમાં ર લાખ ઘરોમાં ગેસ કનેકશન આપ્યું છે.

૫૦ હજારથી વધુ સીએનજી વાહનો ચાલે છે. અહિંયાના ઉઘોગકારોએ પણ ગેસની અપનાવ્યો છે.

કહેવાનો મતલબ એ છે કે રાજકોટ પ્રોગેસીવ સીટી છે. આપણે કહીએ છીએ ગ્રીન સીધી, કલીન સીટી સ્માર્ટ સીટી નો સ્માર્ટ સીટી તરફ આગળ વધી રહ્યા છીએ તો અમને લાગે છવે કે સીએનજી, પીએનજી કડોપ્ટ કરવાથી તે દિશામાં આગળ વધીશું. તમે સાંભળ્યું હશે કે દિલ્હી, મુંબઇમાં પોલ્યુશનથી શું હાલત થઇ છે અત્યારે રાજકોટ સીટી ગ્રોથમાં છે તો તે ભવિષ્યમાં દિલ્હી મુંબઇની જેમ મોટું શહેર બનશે. આપણે શરુઅતથી જ સ્માર્ટ  સીટી તરીકે કામ કરીએ તો આગળ જતા પોલ્યુશનની સમસ્યા વધુ થશે નહી આપણે અત્યારે જીવીએ છીએ તો આપણે આપણી પેઢીને આપી શકીશું.ફ જો આપણે સીએનજી, પીએનજી અડોપ્ટ કરીશું તો આપણે આવનાર પેઢી માટે એક સ્વચ્છ ,, સુંદર શહેર આપીને જઇ શકીશું. આજે જે રેલીનું આયોજન કર્યુ છે.20181006102345 Img 3672

તેનો મુખ્ય ઉદેશ સી.એન.જી. વિશે માહિત કરવાનો છે. અહિયા વાહન મેન્યુફેકચર તથા જે સેક્ધડ હેન્ડ વ્હીકલ લઇને તેને ક્ધવર્ટ કરે છે તેને લઇને કીટ મેન્યુફેકચરર, રેટ્રો ફિટર્સ, તથા બેકર્સ બધા એક જ જગ્યાએ ઉ૫સ્થિત થયા છે. અને તે લોકોને પ્રોત્સાહન આપવામાં ગુજરાત ગેસ દ્વારા સ્પેશીયલ સ્કીમ આપવામાં આવશે.

મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાનીએ જણાવ્યું કે ગુજરાતભરમાં ગુજરાત ગેસ દ્વારા સુરત, રાજકોટ તથા અન્ય સ્થળોએ સીએનજીનો પ્રચાર અને પ્રસાર થાય અને સીએનજી માટે વધારે લોકો આકર્ષિક થાય અને સીએનજીના અમલવારી દ્વારા આખુ રાજકોટ સીટી કલીનસીટી ગ્રીન સીટી અને પર્યાવરણીય સમસ્યા, કલાઇમેટ ચેન્જની સમસ્યાઓ, કાર્બનની સમસ્યા વગેરેને આપણે કેવી રીતે ટાર્ગેટ કરીને તેના માટે ગુજરાત ગેસનો સફળ સીએનજી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આખા વિશ્ર્વમાં જયારે કલાઇમેટ ચેન્જના તમામ સમસ્યાઓને પકડારવા માટે આપણે જે કાર્યવાહી કરીએ છીએ તેના ભાગરુપે ગુજરાત ગેસની આ અનોખી પહેલ છે.

હમણાં જે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ પાસેથી સાન ફાનન્સીકોમાં ગ્રીન સીટી ઇનીસીએટજ્ઞીવનો હેઠળ એવોર્ડ મેળવવામાં આવ્યો છે. ત્યારે આ સીએનજી રેલી ખુબ જ અગત્યની છે.

ભવિષ્યમાં ઓટોરીક્ષા  તથા તમામ જે ગાડીઓ છે તે ગાડીઓ પેટ્રોલ-ડીઝલમાંથી ક્ધવર્ટ થઇને સી.એન.જી. માં ક્ધવર્ટ થાય અને રાજકોટ, કલીન, ગ્રીન અને કાર્બન હીત થાય તેના માટે એક સફળ પ્રયાસ છે રાજકોટ મહાનગરપાલિકા આ ક્ષેત્રે ગુજરાત ગેસની સહાયતાથી તમામ ઓપોરીક્ષા છકડાઓને ક્ધવર્ટ કરીને સીએનજી ઓટો તથા સીએનજીઇ રિક્ષામાં ક્ધવર્ટ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા આવતા દિવસોમાં પ્રયત્ન કરશે.

અબતક સાથેની વાતચીત દરમિયાન અનુલ ઓટોના એરીયા મેનેજર તરીકે ફરજ બજાવતા દશરથ ચૌધરીએ જણાવ્યું કે અમે સીએનજી મેળામાં પાટીસીપેટ કર્યુ તે અમે પીંક ઓટો સ્ટાટ કરી રેલીમાં અમાર ર૧ બહેનો આવી છે. ગુજરાત અતુલ ઓટોની પીંક ઓટો જે લેડીઝ સંચાલીત છે. અને તે લેડીઝ અમારી સીએનજી રીક્ષામાં ૧૦૦ થી ર૦૦ ‚પિયાનો ગેસ યુઝ કરી રોજના ૭૦૦ થી ૮૦૦ ‚પિયા કમાય છે. અતુલ ઓટો માત્ર સેલ્સ જ નહી પરંતુ સર્વીસમાં પણ તેટલું જ ઘ્યાન રાખે છે અમે અમારા કસ્ટમરને ઘર આંગણે સર્વીસ મળી રહ તે માટે દર ૩૦ કીમી એ અમારું નેટવર્ક ઉભું કરેલું છે. અતુલ જેમીની સીએનજી એ ૪૫ થી ૫૦ ની એવરેજ આપે છે. ૩ વ્હીલરની અંદર કોઇપણ એવી કંપની નથી જે ર૪ મહીનાની વોરંટી આપે માત્ર અતુલ ઓટો એ જ વોરંટી આપી છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન સુમન ઓટો રાજકોટના સુરેશભાઇ અજમેરાએ જણાવ્યું કે બજાજ ઓટોનું સ્વચ્છ ભારત ગ્રીન ભારતમાં મોટો સહયોગ છે. સીએનજી ફયુલમાં તેમાં કવાર્ટર સાઇકલ તરીકે સીએનજી ફોર વ્હીકલ લઇને અમે આવ્યા છીએ આજે અમે ગુજરાત ગેસના મેળામાં તેનું લોન્ચીંગ કર્યુ છે.

આ ગાડી લો મેન્ટનન્સ કોસ્ટની ગાડી છે. ૨૧૮ એન્જીન સીસી સાથે ૪પની માઇલેજ આપે છે તે ઓછું પાકીંગ અને ગ્રીન કલ્ચર મેઇનટેન કરવા માટે સીએનજી ફયુલ ઉપલબ્ધ છે.અબતક સાથેની વાતચીત દરમિયાન આસિસ્ટન્ટ આર.ટી.ઓેફ જે.વી. શાહએ જણાવ્યું કે આજે રેસકોર્ષ  ખાતે સીએનજી મેલા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બજાજ ઓટો દ્વારા કવાર્ટર સાઇકલ તરીકે સીએનજી ફોર ર્વ્હીલરનું મેળામાં લોન્ચીગ કરવામાં આવ્યું છે. આ ગાડી લો મેન્ટનન્સ કોસ્ટની ગાડી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.