Abtak Media Google News

ગુજરાતમાં કોઇ વ્યક્તિ ભૂખ્યો સુવે નહીં તેવી વિજયભાઇની પ્રતિબધ્ધતા સાકાર

૮૦.૪૦ લાખ કવીન્ટલ ઘઉં, ૩૨.૮૦ લાખ કવીન્ટલ ચોખા, ૩.૫૦ લાખ કવીન્ટલ ખાંડ, ૨.૯૦ લાખ કવીન્ટલ દાળ સાથે ૧૨૨ લાખ કવીન્ટલ અન્ન પુરવઠો ગરીબોને નિ:શુલ્ક પુરૂ પડાયો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમણને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના કોઇ નાગરિક-ગરીબ અંત્યોદય-મધ્યમવર્ગીય પરિવારોને ભૂખ્યા સુવું ન પડે તેવી દર્શાવેલી સંવેદનાની ફલશ્રુતિને પરિણામે લોકડાઉનના ત્રણ માસ એપ્રિલ-મે-જૂન માં સમગ્રતયા રૂ.૩૩૩૮ કરોડની બજાર કિંમતનું ૧રર લાખ કવીન્ટલ અનાજ વિનામૂલ્યે આવા પરિવારોને વિતરણ કરવામાં આવ્યું છે. સમગ્રતયા ૩.ર૩ કરોડ એનએફએસએ લાભાર્થીઓ અને ૧.૭પ કરોડ મધ્યમવર્ગીય લોકો મળી ૪ કરોડ ૯૮ લાખ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું છે.

મુખ્યમંત્રીએ લોકડાઉનની સ્થિતીમાં ધંધા-વ્યવસાય-રોજગાર-આર્થિક ગતિવિધિઓ ખોરંભે પડી ત્યારે હરેકને બે ટાઇમ પૂરતું ભોજન મળી રહે તે માટે એપ્રિલ માસમાં વિનામૂલ્યે અનાજ વિતરણની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા રાજ્યના વહિવટીતંત્ર અને અન્ન નાગરિક પુરવઠા વિભાગને પ્રેરિત કર્યા હતા.   મુખ્યમંત્રીના દિશા નિદેર્શોમાં રાજય સરકારે લોકડાઉન જાહેર થયા બાદ નિર્ણય કર્યો કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ અનાજ મેળવતા ૬૬ લાખથી વધુ લાભાર્થીઓ પરિવારો અને અગ્રતા ધરાવતા પીએચએચ એવા ૩ લાખ પરિવારો એમ ૬૮.૮૦ લાખ પરિવારોને એપ્રિલ-ર૦ર૦ માસમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠાનો જથ્થો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. એન.એફ.એસ.એ. અંતર્ગત લાભ મેળવતા અંત્યોદય અને અગ્રતા ધરાવતા ૬૮ લાખ પરિવારોને રાજ્ય સરકારે ૫૦૬ કરોડ રૂપિયાની બજાર કિંમતના ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠું વિનામૂલ્યે વિતરણ કરીને જરૂરીયાતમંદ પરિવારો પ્રત્યે આગવી સંવેદના દર્શાવી છે.

મુખ્યમંત્રીએ એન.એફ.એસ.એ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણનો ઉદાત ભાવ દર્શાવ્યા બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને ૬૧ લાખ અઙક-૧ કાર્ડધારકો એવા મધ્યમવર્ગીય પરિવારોના ર.પ૦ કરોડ લોકોને તા. ૧૩ મી એપ્રિલથી વિનામૂલ્યે અનાજ વિતરણની જાહેરાત કરી હતી. રાજ્યના કુલ ૬૧ લાખ અઙક-૧ કાર્ડધારકોમાંથી ૭૦ ટકા એટલે કે ૪ર.પપ લાખ કાર્ડધારકોએ ૪.પ૦ લાખ કવીન્ટલ ઘઉં, ૧.૪૦ લાખ કવીન્ટલ ચોખા, ૪૦ હજાર કવીન્ટલ ખાંડ અને ચણા દાળ/ચણા મળીને કુલ ૬ લાખ ૭૦  હજાર કવીન્ટલ મળી એમ કુલ ૨૫૮ કરોડની બજાર કિંમતનો અન્ન પુરવઠો સરકાર માન્ય સસ્તા અનાજની ૧૭ હજાર દુકાનો પરથી સોશિયલ ડિસ્ટન્સીંગના નોર્મ્સનું અનુપાલન કરીને મેળવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે અનાજ વિતરણ ઉપરાંત ભારત સરકારે પણ જરૂરીયાતમંદ પરિવારોને લોકડાઉનના સમયગાળા દરમ્યાન ખાદ્યાન્ન પૂરતું મળી રહે તેવો ઉદાત્ત અભિગમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા દર્શાવ્યો છે.

તદઅનુસાર, રાજ્યના એપીએલ કાર્ડધારક પરિવારોને એપ્રિલ માસમાં ૪૩૦ કરોડ રૂપિયાની બજાર કિંમતના ૧૧.૮૦ લાખ કવીન્ટલ ઘઉં, પ લાખ કવીન્ટલ ચોખાનું વિતરણ નિ:શૂલ્ક કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યના ૬૦મા સ્થાપના દિવસ અવસરે રાજ્યના ૬૧ લાખ એપીએલ-૧ કાર્ડધારકો-મધ્યમવર્ગીય પરિવારોના અઢી કરોડ લોકોને પ્રવર્તમાન સ્થિતીમાં સતત બીજીવાર મે મહિનામાં પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની કરેલી જાહેરાત કરી હતી.  લોકડાઉન લંબાવાની સ્થિતીમાં અઙક-૧ કાર્ડધારક એવા ૬૧ લાખ મધ્યમવર્ગીય પરિવારોને ભૂખ્યા સુંવું ન પડે એેટલું જ નહિ, સૌને અનાજ મળી રહે તેવી સંવેદના સાથે મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો હતો.  વિજયભાઇ રૂપાણીએ કરેલી આ જાહેરાત મુજબ રાજ્યની ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આ અન્ન પુરવઠાનું વિતરણ સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલન સાથે કરવામાં આવ્યું. રાજ્યના ૬૧ લાખ અઙક-૧ કાર્ડધારકો પૈકી ૬૯ ટકા જેટલા એટલે કે  ૧ કરોડ ૭૩ લાખ લોકો એટલે કે ૪૨ લાખ જેટલા અઙક-૧ કાર્ડધારકોએ આ યોજના તહેત રૂ. ૨૭૨ કરોડની બજાર કિંમતના ઘઉં, ચોખા, દાળ અને ખાંડ મળીને કુલ ૬ લાખ ૭૦ હજાર કવીન્ટલ અન્ન પુરવઠો વિનામૂલ્યે મેળવ્યો હતો.

કોરોના વાયરસ સંક્રમણને પગલે મે મહિનામાં પણ લોકડાઉન યથાવત રાખવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી. તદ્અનુસાર ગુજરાતમાં પણ લોકડાઉન મે મહિનામાં યથાવત રહેતાં ગરીબ, અંત્યોદય પરિવારોના પેટનો ખાડો પુરવા મુખ્યમંત્રીએ મે મહિના માટે પણ ૬૮.૮૦ લાખ ગઋજઅ અને ઙઇંઇં રેશન કાર્ડધારકોને વિનામૂલ્યે સતત બીજીવાર અનાજ વિતરણનો નિર્ણય કર્યો હતો. આવા ૬પ.૯૧ લાખ પરિવારો એટલે કે કુલ ગઋજઅ પરિવારોના ૯૬ ટકા પરિવારોએ મે મહીના દરમ્યાન તેમને મળવાપાત્ર ઘઉં, ચોખા, ખાંડ અને મીઠું મળીને કુલ ૧૮.૭૦ લાખ કવીન્ટલ અનાજ જેની બજાર કિંમત ૪૭પ કરોડ રૂપિયા થવા જાય છે તે અનાજ વિનામૂલ્યે મેળવ્યું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ પણ મે મહિના દરમ્યાન આવા ગઋજઅ પરિવારોને આપવામાં આવ્યો અને રૂ. ૪૬૧ કરોડના બજાર મૂલ્યના ૧૭.પ૦ લાખ કવીન્ટલ ઘઉં, ચોખા અને ચણા દાળનું રાજ્યની ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોએથી વિનામૂલ્યે વિતરણ થયું.

મુખ્યમંત્રીએ રાજ્યના ૬૮.૮૦ લાખ ગઋજઅ પરિવારોના વિશાળ હિતમાં વધુ એક સંવેદનાસ્પર્શી નિર્ણય લઇને જૂન મહિના દરમ્યાન પણ તેમને વિનામૂલ્યે અનાજ વિતરણ માટે અન્ન નાગરિક પૂરવઠા વિભાગને પ્રેરિત કર્યો. વિજયભાઇ રૂપાણીના આ દિશાનિર્દેશોને પગલે રાજ્યમાં ગત તા.૧પ થી ૩૦ જૂન દરમ્યાન આવા ગઋજઅ કાર્ડધારકોને અનાજ વિતરણ કરવામાં આવ્યું. આ અનાજ વિતરણનો લાભ ૯પ ટકા પરિવારો એટલે કે ૬૫.૭૦ લાખ કાર્ડધારકોએ મેળવ્યો અને ૪૭પ કરોડ રૂપિયાના બજાર મૂલ્યના ૧ર લાખ કવીન્ટલ ઘઉં, પ લાખ કવીન્ટલ ચોખા, ૯૦ હજાર કવીન્ટલ ખાંડ અને ૮૦ હજાર કવીન્ટલ મીઠું વિનામૂલ્યે તેમને મેળવ્યા.  તદઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે પણ આવા ગઋજઅ કાર્ડધારકોએ રૂ. ૪૬૧ કરોડના અંદાજિત બજાર મૂલ્યના ૧૧.૮૦ લાખ કવીન્ટલ ઘઉં, પ લાખ કવીન્ટલ ચોખા અને ૭૦ હજાર કવીન્ટલ ચણા વિનામૂલ્યે મેળવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.