Abtak Media Google News

નવા વર્ષે મુખ્યમંત્રીનો પ્રજાજનો સાથેનો શુભેચ્છા આદાન-પ્રદાન કાર્યક્રમ નહીં યોજાય

ચાલુ વર્ષે દેશ સહિત દુનિયાભરમાં કોરોનાના કારણે તમામ તહેવારો ઉજવવાથી લોકો વંચિત રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં તો તહેવારોની ભારે ધુમધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે. જો કે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા આ વર્ષે દિવાળીનો તહેવાર પણ ઉજવી નહીં શકાય તેવું લાગી રહ્યું છે અને નવા વર્ષની શુભેચ્છા પણ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે આપવી પડશે ત્યારે દર વર્ષે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નવા વર્ષે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાતો હોય છે. જો કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના કોવિડ-૧૯ની મહામારીથી સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાને લઈ આગામી તા.૧૬ નવેમ્બર ૨૦૨૦ના નૂતન વર્ષ દિન નિમિતે પ્રજાજનો-નાગરિકો સાથે શુભેચ્છા આદાન-પ્રદાનનો યોજાનારો નૂતન વર્ષાભિનંદન મિલન સમારોહ આ વર્ષે મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સહિત દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે લોકો સોશિયલ ડિસ્ટન્સીંગનો પાલન કરી અને સ્વસ્થ રહે તે અન્વયે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત વાત કરીએ તો મુખ્યમંત્રી દ્વારા દર વર્ષે પ્રજાજનો સાથે નૂતન વર્ષ શુભેચ્છા આદાન-પ્રદાનનો નૂતન વર્ષ દિન નિમિતે યોજાતો પરંપરાગત નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન સમારોહ આ વર્ષે નહીં યોજાય. આ ઉપરાંત વાત કરીએ તો દર વર્ષે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાના વતન રાજકોટમાં આવીને નૂતન વર્ષાભિનંદન સમારોહ કાર્યક્રમ યોજતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી ચાલી રહી હોય જેને ધ્યાને લઈ કાર્યક્રમ મોકુફ કરવાનો નિર્ણય કર્યો છે.

આ સંદર્ભે મુખ્યમંત્રીના પીઆરઓમાંથી જણાવવામાં આવ્યું હતું કે, નૂતન વર્ષ નિમિતે પ્રજાજનો નાગરિકો સાથે શુભેચ્છા અને આદાન-પ્રદાનનો યોજાનારો કાર્યક્રમ દર વર્ષે થતો હોય છે પરંતુ હાલ કોરોના લોકોમાં વધુ ન ફેલાય અને લોકો સ્વસ્થ-સલામત રહે તેવા હેતુથી આ વર્ષે મુખ્યમંત્રી સ્નેહ મિલન સમારોહ નહીં યોજે તેમ સીએમ પીઆરઓ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.