Abtak Media Google News

સંઘપ્રદેશ દમણ, દાનહ સેલવાસ સહિત વાપી વિસ્તારમાં આવેલ જુદી-જુદી બેન્કોના ઍટીઍમમાં પૈસા જમા કરાવવા માટે સીઍમઍસ ઈન્ફો સિસ્ટમ લિ.ના કર્મચારીઑને જવાબદાર સોપી હતી. આ કંપની અંબામાતા મંદિર સામે, યોગેશ્વર બંગલા નજીક આવેલી છે. જેમાં કામ કરતા કર્મચારીઑઍ ઍકબીજાની મદદગારીથી રૂ.૩૩ લાખ ૩૧ હજાર ૬૦૦ ની રકમ જે તે ઍટીઍમમાં જમા નહીં કરાવી છેતરપીંડિ અને વિશ્વાસઘાત કર્યો હતો. જેનો ભાંડો અમદાવાદથી ઓડિટ આવી ત્યારે ફૂટયો હતો. જે અંગેની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ અમદાવાદના રહેવાસી અને હાલ વાપી સ્તુતિ હોસ્પિટલની ઉપરના ભાગે જયદિપસિંહ ઉદયસિંહ માત્રોજા (ઉં.આ.૫૧) પરિવાર સાથે રહે છે અને તેઓ અંબામાતા મંદિર સામે, આવેલ યોગેશ્વર બંગલા નજીક, વાપી ગુંજનમાં સીઍમઍસ ઈન્ફોસિસ્ટમ લિ.માં ફરજ બજાવે છે. તેઓએ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવી હતી કે, સંઘપ્રદેશ દમણ, દાનહ સેલવાસ સહિત વાપી વિસ્તારમાં આવેલ જુદી-જુદી બેîકોના ઍટીઍમમાં પૈસા જમા કરાવવા માટે સીઍમઍસ ઈન્ફો સિસ્ટમ લિ.ના કર્મચારીઑને જવાબદાર સોîપી હતી. જેમાં કામ કરતા કર્મચારી અને કસ્ટોડિયા તરફથી નોકરી કરતા (૧) જીત અંબેલાલ માહયાવંશી (રહે. રેîટલાવ) (ર) જીજ્ઞેશ જગદીશ પટેલ (રહે. ધરમપુર, વિરવલ), (૩) વિનોદકુમાર ફૂલચંદ પાલ (રહે. લલન યાદવની ચાલી, મુંબઈ) અને (૪) આકાશ વિલાસરાવ ઢેંગે (રહે. સૌરભ સોસાયટી, ગુંજન, વાપી) નાઓ ઍકબીજાની મદદગારીથી સીઍમઍસ ઈન્ફો સિસ્ટમ લિ. સાથે તારીખ ૨૯-૧-૧૯ થી કેટલીક ઍટીઍમમાં રોકડ રકમ જમા નહીં કરી હોવાનો ભાંડો અમદાવાદથી ઓડિટ દરમિયાન નીકળ્યો હતો. જેમાં રૂ.૩૩ લાખ ૩૧ હજાર ૬૦૦ ની છેતરપીંડિ અને વિશ્વાસઘાત કર્યો હતો. મળતી વિગત અનુસાર, છેતરપીંડિ કરનારા જીત અને જિજ્ઞેશની પોલીસે વાપીથી અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.