Abtak Media Google News

ઊમરાળાના હડમતાળામાં કાળુભાર નદી પર બનશે ચેકડેમ, ૧૬૦ હેકટર વિસ્તારને મળશે સિંચાઇ સુવિધાના લાભ

મુખ્યમંત્રીએ ચેકડેમ માટે ર.પ૩ કરોડ રૂપિયા મંજૂર કર્યા

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના હડમતાળા ગામે કાળુભાર નદી પર ચેકડેમ નિર્માણ માટે રૂ. ર કરોડ પ૩ લાખની રકમ મંજૂર કરી છે.

ઊમરાળા-વલ્લભીપૂર વિસ્તારના પાણીની તંગી ભોગવતા અને ભૂગર્ભ જળસ્તર ઊંડા ગયેલા ગામોની ૧૬૦ હેકટર વિસ્તાર જમીનમાં આ ચેકડેમ નિર્માણથી લાભ થશે અને જળસ્તર ઊંચા આવશે.

મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં પાણીની અછત નિવારી સુદ્રઢ જળ વ્યવસ્થાપન દ્વારા ગુજરાતને વોટર ડેફિસીટી વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાના કરેલા સંકલ્પમાં આ ચેકડેમનું નિર્માણ વધુ બળ આપશે.

હડમતાળા ગામે નિર્માણ નારા આ ચેકડેમમાં ૧૧.ર૦ એમસીએફટી પાણીનો સંગ્રહ થશે અને સિંચાઇ સુવિધા પૂરતી મળતી થવાથી આ વિસ્તારના હડમતાળા, વાંગ્રધા અને તરપળ ગામોના ખેડૂતો ત્રણેય મોસમમાં પાક લઇ શકશે.

આ ચેકડેમ નિર્માણમાં કોઇ હયાત ચેકડેમ, રસ્તો, ખેતર કે ખાનગી મિલ્કત ડૂબાણમાં જવાના નથી.

સૌરાષ્ટ્રના ફોફળ-૧ જળાશય માટે ૮૩ કરોડ રૂપિયાની પાઇપ લાઇનના કામોને મંજૂરી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્રના ધોરાજી અને તેની આસપાસના વિસ્તારોના ગામોને પીવાના પાણીની અને સિંચાઇની કાયમી સુવિધાઓ આપવાના ઉદાત્ત ભાવ સાથે ફોફળ-૧ જળાશય માટે ૮૩ કરોડ રૂપિયાની પાઇપ લાઇનના કામોને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ પાઇપ લાઇન લંબાવવા માટેના કામોને મંજૂરી આપી છે તેના પરિણામે ફોફળ-૧ ડેમમાં પાણી સરળતાએ મળતું થશે અને ૮ ગામોના ૧૦ હજાર એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ બનશે. એટલું જ નહિ, જામકંડોરણા અને ધોરાજીના બાવન ગામોની ૧ લાખ ૮૦ હજાર જનસંખ્યાને પીવાનું પાણી મળશે. મુખ્યમંત્રી સમક્ષ આ વિસ્તારના જનપ્રતિનિધિ અને અન્ન નાગરિક પૂરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ ફોફળ-ર જળાશયની નીચેના વિસ્તારની પાઇપ લાઇનની લંબાઇ વધારીને ફોફળ-૧ જળાશયમાં પાણી ભરવાની કરેલી રજૂઆતનો મુખ્યમંત્રીએ સાનુકૂળ પ્રતિસાદ આપી આ ૮૩ કરોડ રૂપિયાની આ યોજના મંજૂર કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.