Abtak Media Google News

સાંસદ મોહન ડેલકરની શંકાસ્પદ મોત મામલે ગરમાયો છે. આ કેસને લઈને મહારાષ્ટ્રના સીએમ ઠાકરેએ એક મોટું નિવેદન આપ્યું છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શું તે રાજનેતાઓ રાજીનામું આપશે જેમના નામ સાંસદ મોહન ડેલકરની સુસાઇડ નોટમાં સામે આવ્યું છે. કેમ રસ્તાઓ પર કોઈ વિરોધ નથી થઈ રહ્યો? હું પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહથી અપીલ કરું છું કે જ્યારે મુંબઈ પોલીસ ગુજરાતમાં તપાસ કરવા માટે પહોંચે ત્યારે સંપૂર્ણ સહયોગ કરવામાં આવે.

દાદરાનગર હવેલીના 58 વર્ષીય લોકસભાના સાંસદ મોહન ડેલકર 22 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈ સ્થિ એક હોટલના રૂમમાંથી પંખાથી લટકેલી હાલમાં લાશ મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ધટનાસ્થળ પરથી ગુજરાતી ભાષમાં લખેલી એક સુસાઈટ નોટ પણ મળી આવી છે.

મોહન ડેલકર વર્ષ 1989માં દાદરા નગર લોકસભા વિસ્તાર પરથી જીતીને પહેલી વાર લોકસભામા પહોચ્યા હતાં. પોતાના રાજનિતિક જીવનની શરૂઆત તેમણે ટ્રેડ યૂનિયન નેતા તરીકે કરી હતી. તે કોંગ્રેસ અને બીજેપીની ટિકિટ પર સાંસદની ચૂટણી લડી ચુક્યા હતાં. બાદમાં તેમણે ભારતીય નવશક્તિ પાર્ટીનું ગઠન કર્યું હતું.

વર્ષ 2019માં તેમણે કોંગ્રેસ માંથી અલગ થવાનો નિર્ણય લીધો હતો અને તે અપક્ષ ઉમેદવાર લોકસભા ચૂંટણીમાં ઉતર્યા હતા અને વિજય મળવી હતી. ડેલકર મે 2019મા સાતમી વખત સાંસદ તરીકે ચૂંટાયને સંસદમાં પહોંચ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.