Abtak Media Google News

દેશના જવાનોની ચેતનામાં નવી ઉર્જા આવે તેવી પ્રાર્થના કરી

કાળી ચૌદસ એટલે કે રક્ષક દેવ ના પૂજન દિવસ, ત્યારે દેશની સરહદે દેશ ની રક્ષા કરી રહેલ દેશ ના જવાનો ની ચેતના માં નવી ઉર્જા આવે અને કાળ ભૈરવ દાદા તેમની રક્ષા કરે તે માટે રાજ્ય ના મુખ્ય મંત્રી વિજય રૂપાણી તેમજ પ્રસિદ્ધ કાળ ભૈરવ દાદા ના મંદિરે તેમજ આગેવાનો પૂજા હવનમાં ભાગ લીધો હતો.

દેશભરમાં માં આવે કાળ ભૈરવ ના ચાર મંદિરો પૈકી અને ગુજરાત નું એકમાત્ર ભાવનગર ના પાલીતાણા ખાતે કાળ ભૈરવ દાદાનું મંદિર આવેલ છે આ મંદિર ને ૧૨૭  વર્ષ પૂર્ણ થયા છે. આજ ના દિવસે આ મંદિર માં વિશિષ્ટ પૂજા હવન યોજાય છે, વર્ષ દરમિયાન આવતી ચાર મહત્વ ની રાત્રીઓમાં  કાળરાત્રી એટલે કે આજનો દિવસ કાળી ચૌદસ. કાળ ભૈરવ એ શિવ નો જ અવતાર હોય ત્યારે આજના દિવસે કાળ ભૈરવ દાદા ની પૂજાનું અતિ મહત્વ રહેલું છે. આજે પાલીતાણા ના કાળભૈરવ મંદિરે દેશના જવાનો માટે અને તેમની રક્ષા માટે મઁદિરના મહંત દ્વારા હવન નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગુજરાત રાજ્ય નાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી તેમજ તેમના પત્ની અંજલિ રૂપાણી તથા સુરત નાં ઉદ્યોગ પતિ લવજી બાદશાહ સહીત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.અહી મુખ્ય મંત્રી રૂપાણી એ મંદિર માં કાલ ભૈરવ દાદાની પૂજા અર્ચના કરી હતી બાદ માં તેઓ દ્વારા મંદિર ખાતે યોજાયેલ યજ્ઞ માં આહુતિ આપવામાં આવેલ.

પાલીતાણા ખાતે આવેલા કાળ ભૈરવ દાદા નાં મંદિરે મોટી સંખ્યામાં ભક્તજનો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા.પાલીતાણા ખાતે યોજાયેલ આ યજ્ઞ માં એક તરફ મુખ્ય મંત્રી સહીત નાં મહાનુભાવો આહુતિ આપતા હતા એવા સમયે ગઢડા સ્વામી નાં મહંત એસપી સ્વામી દર્શન માટે આવી પહોચેલ પરંતુ સીએમ નાં સિક્યોરિટી રીઝન બાબતે પોલીસ દ્વારા રોકવામાં આવેલ અને અટકાવતા હવન માં બેઠેલ તમામ લોકો નું ધ્યાન આ તરફ ખેચાતા થોડી વાર માટે વાતાવરણ માં ગરમાવો જોવા મળેલ.જો કે મામલો ગરમાતા ભાજપ નાં આગેવાનો ત્યાં દોડી જઈ મધ્યસ્થી બની મામલાને શાંત પાડવામાં આવેલ.જો કે ત્યારબાદ એસપી સ્વામી યજ્ઞ માં જોડાવાના બદલે ત્યાંથી નીકળી જતા અનેક ચર્ચાઓ ઉઠવા પામી .જો કે આં બાબતે એસપી સ્વામી દ્વારા જણાવેલ કે દર વર્ષે કાળ ભૈરવ દાદા નાં દર્શન અર્થે આવતા હોય તેમજ આજ નાં દિવસે પણ દર્શન અર્થે આવેલ હોય તેમજ તેમને કોઈ અટકાવવામાં નહિ હોવાનું જણાવવામાં આવેલ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.