Abtak Media Google News

પર્યાવરણને સ્વચ્છ-સુરક્ષિત કરવાની દિશામાં અનોખી પહેલ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગ્રીન અને ક્લિન જાહેર પરિવહન માટે રાજ્યનાં મુખ્ય શહેરોમાં ઈલેક્ટ્રિક બસ દોડાવવાનું નક્કી કર્યું છે. ઈલેક્ટ્રિક વાહનો ગુજરાતનાં મુખ્ય શહેરોને પ્રદૂષણ મુક્ત બનાવશે. આખા ભારતમાં ઈલેક્ટ્રિક બસ છે પરંતુ ગુજરાતમાં જ ઈલેક્ટ્રિક બસ ન હતી. હવે ગુજરાતનાં રસ્તાઓ પર પણ ઈલેક્ટ્રિક બસ દોડશે. આગામી સમયમાં એકલા અમદાવાદ મહાનગરમાં ૫૦૦ ઇલેક્ટ્રિક બસ નાગરિકોની સેવામાં પૂરી પાડવામા આવશે. આ બસો મેઇક ઈન ઈન્ડિયા એટલે કે સંપૂર્ણ ભારતીય બનાવટની બસો તરીકે પરિવહનમાં મૂકવાનું ગૌરવ ગુજરાતે મેળવ્યું છે. હાલ અમદાવાદમાં ૫૦ જેટલી ઈલેક્ટ્રિક બસ કાર્યરત થઈ ચૂકી છે. અમદાવાદ બાદ રાજકોટ, સુરત અને બરોડામાં પણ ઈલેક્ટ્રિક બસનો ઉપયોગ જાહેર પરિવહન માટે કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં ગુજરાતનાં જાહેર પરિવહનમાં ઉપયોગમાં લેનારી ઈલેક્ટ્રિક બસની વિશેષતાઓ પર નજર કરીએ તો.. આ બસની અંદર, આગળ-પાછળ સીસીટીવી કેમરા હશે. આરામદાયક બેઠક વ્યવસ્થા હોવાથી ૫૦ મુસાફરો આરામથી એક સાથે બેસી મુસાફરી કરી શકે છે. સંપૂર્ણ એરક્ધિડશનર સાથે આ ઈલેટ્રિક બસમાં ઓટોમેટિક ફાયર ડિકેટશન સિસ્ટમ અને ઈમરજન્સી બટનની સુવિધા આપવામાં આવી છે. ઈલેટ્રિક બસમાં ઓટોમેટિક ડોર સેન્સર હોવાથી દરવાજા ખુલ્લા હશે તો બસ ચાલશે જ નહીં. ઓટોમેટિક ટ્રાન્સમીશન અને એર સસ્પેશનથી સુસજ્જ એસી ઈલેક્ટ્રિક બસમાં મુસાફરો આરામદાયક મુસાફરીનો લાભ મેળવી શકશે. આ ઈલેક્ટ્રિક બસની અંદરની સામાન્ય ડિઝલ બસની સરખામણીમાં પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન ન કરતું ઈકોફ્રેન્ડલી એન્જિન છે. જેથી વાયુ કે ધ્વનિ પ્રદૂષણ થતું નથી. ઉપરાંત આ ઈલેક્ટ્રિક બસ ઓટોમેટીક મોડ પર ચાલે છે, એટલે કે તેમા ગીયર બોક્ષ નથી. આ ઈલેક્ટ્રિક બસમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ પણ લાગેલી છે. જેથી બેટરીમાં આગ લાગવાના કારણે થતી દુર્ઘટના અટકાવી શકાશે.

અમદાવાદને મળેલી નવી ૧૮ ઈલેક્ટ્રિક બસોમાં જે બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં સ્વોપ ટેક્નોલોજી વાપરવામાં આવી છે. ભારતમાં આ ટેક્નોલોજીનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઈ-બસના ચાર્જિંગ માટે ફાસ્ટ ચાર્જિંગ અને સ્વેપ ચાર્જિંગ એમ બે પદ્ધતિ વિશ્વમાં પ્રચલિત છે. ભારતમાં પ્રથમવાર ઉપયોગમાં આવનારી સ્વેપ ટેકનોલોજીથી તંત્ર દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં દોડનારી તમામ ઈલેક્ટ્રિક બસની રોબોટ દ્વારા બેટરી બદલાશે. જ્યારે પણ કોઈ બસની બેટરી ૨૦ ટકાનું માપ બતાવે ત્યારે તે ઈલેક્ટ્રિક બસ રાણીપના ચાર્જિંગ બસ સ્ટેશને પહોંચી ડિસ્ચાર્જ થયેલી બેટરીને રોબોટ દ્વારા બદલી નવી બેટરી ફિટ કરશે. ત્યારબાદ આ રોબોટ ડિસ્ચાર્જ થયેલી બેટરીને ઓટોમેટિકલી ચાર્જિંગમાં મૂકશે. આમ અમદાવાદને ફાળવવામાં આવેલી બસો આધુનિક ટેકનોલોજીથી બનેલી છે. ગુજરાતનાં અન્ય શહેરોમાં પણ આવી જ ઈલેક્ટ્રિક બસ સુવિધા જલ્દી શરૂ થશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું લક્ષ્ય ઈલેક્ટ્રિક વાહનોનાં મહત્તમ ઉપયોગ દ્વારા પ્રદૂષણમુક્ત અને પર્યાવરણપ્રિય ગુજરાત બનાવવાનું છે. આ માટે તેઓએ શાંત, મુલાયમ અને વાતાવરણને અનુકૂળ રહે તેવી ઈલેક્ટ્રિક બસનો જાહેર પરિવહનમાં ઉપયોગમાં લેવાની વિવિધ યોજના અને કામગીરી આરંભી દીધી છે. અમદાવાદ બાદ ટૂંકસમયમાં રાજ્યનાં અન્ય શહેરોમાં ઈલેક્ટ્રિક બસ રસ્તાઓ પર ચાલતી જોવા મળશે. પર્યાવરણને સ્વચ્છ-સુરક્ષિત કરવાની દિશામાં અનોખી પહેલ કરનાર ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ઈલેક્ટ્રિક વાહનોનાં ઉપયોગમાં ગુજરાતને સમગ્ર દેશમાં અગ્રેસર બનાવવાનું લક્ષ્ય આપણને સૌને સ્વચ્છ, સ્વસ્થ્ય અને સમૃદ્ધ બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.