Abtak Media Google News

૨૭મી સુધી અભિયાન ચાલશે: સંતો, ઉધોગપતિઓ, કલાકારો જોડાયા

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસના સંક્રમણ સામેની સીધી લડાઇમાં રાજ્યના સૌ નાગરિકો-જનતા જનાર્દનને કોરોના વોરિયર્સની ભૂમિકા નિભાવવાનું પ્રેરક આહવાન કર્યુ છે.  તેમણે આ સંદર્ભમાં રાજ્યના પ્રજાજનો સાથે સોશિયલ મિડીયા ફેસબૂક માધ્યમથી સંવાદ સાધતા સ્પષ્ટપણે જણાવ્યું કે, બે મહિનાના લોકડાઉન પછી શરતો અને નિયમોને આધિન આ ચોથા તબક્કાના લોકડાઉનમાં છૂટછાટો આપવામાં આવી છે.  અત્યાર સુધી આપણે ઘરની અંદર હતા તો સુરક્ષિત હતા પણ હવે બહાર નીકળવાનું થશે ત્યારે આપણે કોરોના સાથે સીધો જંગ છેડવાનો છે એમ જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાનું કોઇ નિદાન ના મળે ત્યાં સુધી કોરોના આપણી વચ્ચે જ છે એટલે કોરોના વિરૂદ્ધની લડાઇ ચાલુ જ રહેવાની છે.  મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જો કોઇ ભુલ થઇ તો આફત આવી શકે છે એટલે હવે પછી આપણે કોરોના સાથે, કોરોના સામે જીવતા શીખવું પડશે.  મુખ્યમંત્રીએ કોરોના સામેના આ લાંબા યુદ્ધને સૌએ સાથે મળીને લડવા આ સમગ્ર લડાઇને જન-જનની લડાઇ બનાવવા અને પોતાના પ્રિય પરિવારજનો સમા સૌ ગુજરાતીઓની સુરક્ષા માટે હું પણ કોરોના વોરિયર અભિયાનની જાહેરાત કરી છે.

એક સપ્તાહનું આ અભિયાન ગુરૂવાર તા.ર૧મી મે થી તા.ર૭ મી મે સુધી ચાલશે અને ત્યારબાદ આ અભિયાન દરમ્યાન લીધેલા સંકલ્પનું કાયમ સૌએ પાલન કરવાનું રહેશે.  આ અભિયાનનો મુખ્યમંત્રી આજે રાજ્યવ્યાપી પ્રારંભ વિડીયો કોન્ફરન્સથી કરાવ્યો હતો. આ પ્રારંભ વેળાએ પૂજ્ય મોરારીબાપૂ, રમેશભાઇ ઓઝા, ગુણવંત શાહ, જય વસાવડા સહિતના અગ્રણી સમાજ પ્રતિનિધિઓ ધાર્મિક, સામાજિક, ઊદ્યોગ-વેપાર જગતના, મહિલા અને યુવા અગ્રણીઓ પણ રાજ્યના વિવિધ ૩૩ સ્થળોએથી જોડાયા હતા.  આ અગ્રણીઓ-ગણમાન્ય વ્યકિતઓ સમગ્ર અભિયાન દરમ્યાન ફેઇસબુક અને ટી.વી.ના માધ્યમથી સૌને માર્ગદર્શન આપશે. હું પણ કોરોના વોરિયર અભિયાન અન્વયે સૌને ત્રણ મહત્વપૂર્ણ સંકલ્પ કરીને પ્રવર્તમાન કોરોના સંક્રમણ સામે રક્ષણની ખાસ અપિલ કરી છે. વિજયભાઇ રૂપાણીએ જે ત્રણ સંકલ્પો હું પણ કોરોના વોરિયર અન્વયે લેવાની અપિલ કરી છે તેમાં (૧) પરિવારના વડીલો અને બાળકો ઘરમાં જ રહે તેનું ખાસ ધ્યાન રાખવા (ર) માસ્ક પહેર્યા વગર અને કારણ વગર ઘરની બહાર ન નિકળવા તા (૩) દો ગજ કી દૂરી રાખવા એટલે કે સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું અનુપાલન કરવા આગ્રહ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.