Abtak Media Google News

૨૧ કરોડના ખર્ચે બની છે પાંચ માળની ૫૦ બેડની હોસ્પિટલ

મંગળાબેન ડાયાભાઈ કોટેચા હોસ્પિટલ ના ઉદઘાટન પ્રસંગે આર્શીવચન પાઠવશે કથાકાર રમેશભાઈ ઓઝા

અનેક ઋષિમૂનિઓ,સંતો મહંતો, મહાત્માઓ રાજાઓ, મહારાજાઓ, ગરીબો, અમીરો શિવમાં જીવ પરોવીને ધન્ય અનુભવતા અસંખ્ય શિવભકતો બાલકૃષ્ણ સ્વરૂપ બાળકો અગણિત શ્રધ્ધાળુઓનાં જયાં કુમકુમ પગલા પાવન થઈ ચૂકયા છેતે પવિત્ર ભૂમિ ૧૪૬ વર્ષ જૂના અતિ પ્રાચીન દેવાલય શ્રી પંચનાથ મહાદેવ મંદિરનાં પરિસરમાં લોકોને નજીવા દરે સચોટ નિદાન મળી શકે તે ઉદેશ સાથે શ્રી પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટના સેવાભાવી ટ્રસ્ટીઓ ભાવનાશીલ અને ઉદારદિલ ધરાવનાર દાતાઓનાં સથિ સહકાર અને સહયોગનાં સમન્વયથી રૂપીયા ૨૧ કરોડના ખર્ચ ૫૦ બેડની અતિ આધુનિક સુવિધાઓ સાથે મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનો દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ૨૧ જાન્યુઆરી ગૂરૂવારનોજનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે મંગલમય શુભારંભ થઈરહ્યો છે. કથાકાર રમેશભાઈ ઓઝા આર્શીવચન આપશે.

કુલ ૧૦૦૮ ચોરસવાર જગ્યામાં ગ્રાઉન્ડ + પાંચ માળ ધરાવતું આખુ ભવન સંપૂર્ણ પણે વાતાનૂકૂલિત છે. વર્તમાન મહામારીની પરિસ્થિતિ વચ્ચે માસ્ક, સેનીટાઈઝેશન અને સામાજીક અંતરનું ચૂસ્તપણે પલન કરવામાં આવશે.બેઝમેન્ટમાં ૪૫૦૦થી પણ વધારે સ્કવેર ફૂટ જગ્યામાંવિશાળ પાર્કિંગની વ્યવસ્થા ગ્રાઉન્ડ ફલોર પર રાહત દરનો મેડિકલ સ્ટોર સિકયોરીટી સ્પોટ મુલાકાતીઓને હોસ્પિટલ અંગેની તમામ પ્રકારનીમાહિતી મળી શકે તે ઉદેશથી બે રીસેપ્શન કાઉન્ટર, વિશાળ પ્રતીક્ષાલય આર.ઓ. પ્લાન્ટના પીવાના પાણીની વ્યવસ્થા જેવી સુવિધાઓ છે. પ્રથમ માળે ૪૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા ડો. ધોળકીયા તાવ, શરદી, ઉધરસ, મલેરિયા, ડેંન્ગ્યુ, ટાઈફોઈડ જેવા રોગોના નિષ્ણાંત છે જેનો ચાર્જ માત્ર ૧૦ રાખવામાં આવેલ છે. અને તેમના દ્વારા લખી આપવામાં આવેલી દવા ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે આપવામા આવશે. સાથોસાથ આજ માળમાં ઓ.પી.ડી. વિભાગ આવેલ છે. જેમાં ૧૪ અલગ અલગ નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓનું નિદાન કરવામાં આવશે.

હોમીયોપેથીક વિભાગ પણ આજ માળમાં રાખવામાં આવેલ છે. વિશેષતા એ છેકે દરેક દર્દીઓનાં રોગોની તથા તબીબો દ્વારા કરવામાં આવેલી સારવારની વિગતોનો ડેટા સ્ટોર કરીને રાખવામાં આવશે. તેમ જ દાંત વિભાગમાં સારવાર તથા ચેકઅપ માટે અત્યાધુનિક ખુરશીઓ સાથે વિશાળ ચેમ્બર્સ ફાળવવામાં આવેલ છે.ઓ.પી.ડી. વિભાગનો ચાર્જ માત્ર રૂા.૫૦ રાખવામાં આવેલ છે.બીજો માળે ૨૦૦૦થી પણ વધારે સ્કવેર ફૂટ જગ્યામ હાઈટેક પેથોલોજી લેબોરટરી હશે તેની વિશેષતા એ છેકેએકવાર યુરીન અને બ્લડના સેમ્પલ આપ્યાપછી પરિક્ષણની તમામ પ્રકારની પ્રક્રિયા કોમ્પ્યુટર દ્વાર જ થાય છે. વચ્ચે કોઈપણ પ્રકારનુ મેન્યુઅલી કાર્ય થઈ શકતું નથી અંતમાં એસ.એમ.એસ. દ્વારા દર્દીએ રજીસ્ટ્રેશન કરાવેલ મો.નં.નર રીપોર્ટ કોમ્પ્યુટર થકી ફોરવર્ડ થાય છે. તદઉપરાંત આ ફલોર પર રેડીયોલોજીસ્ટ પરીક્ષણ જેમકે સોનોગ્રાફી, એકસરે, ટીએમટી, વિભાગ આવેલા છે.ત્રીજા માળે, ૪ ટવીન શેરીંગ રૂમ, ૨ સ્પેશ્યલ વોર્ડ તેમજ ૧૨ બેડ ધરાવનાર જનરલ વોર્ડ તેમા ૪ બેડ મહિલા દર્દી માટે ૪ બેડ પુરૂષ દર્દી માટે અલગ વિભાગ બનાવવામાં આવેલ છે. પ્રથમ ટ્રસ્ટ સંચાલીત મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ હશે કે જેમાં જનરલ વોર્ડ સંપૂર્ણ પણે વાતાનૂકૂલિત હશે.ચોથા માળે ૪ ટવીન શેરીંગ રૂમ ૨ સ્પેશીયલ વોર્ડ તથા ૧૦ બેડનો અધતન આઈસીયુ રૂમ તેમાં આધુનિક સાધનો જેવા કે વેન્ટીલેટર, સેન્ટ્રલાઈઝડ પેશન્ટન મોનીટરીંગ સાથે નભ અને બીજી જરૂરી મેડીકલ ગાઈડલાઈન મુજબ વેન્ટીલેશન એરક્ધડીશનિંગ તેમજ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં મિનિમમ ક્રોસ ઈન્ફેકશનનો સંપૂર્ણ ખ્યાલ રાખીને દરેક પેશન્ટના બેડ પાસે વ્યકિતગત એટેન્ડન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.પાંચમાં માળે સર્જરી માટે ૪૦૦થી ૪૫૦થી વધારે સ્કવેર ફૂટ જગ્યામાં ૩ અત્યંત આધુનિક બેકટેરીયા રહીત ઓપરેશન થિયેટર્સ ડોકટર્સ લોન્જ તથા ૪ બેડના પોસ્ટ ઓપરેટીવ રૂમની ફાળવણી કરવામાઆવી છે. એક ઓપરેશન થીયેટરમાં ઓથોપેડિક સર્જરી બીજામાં જનરલ તથા ગાયનેક સર્જરી ત્રીજામાં આંખની સર્જરી કરવામાં આવશે. મલ્ટીસ્પેશીયાલીટી સેવાઓમાં વાસકયુલર અને એન્ડો વાસકયુલર સર્જરી, પ્લાસ્ટીક સર્જરી, ઓથોપેડિક સર્જરી, કાન-નાકને ગળાની સર્જરી જનરલ સર્જરી જેવી સુવિધાઓ પ્રાપ્ત થઈ શકશે.

નિદાન કેન્દ્રમાંથી મલ્ટી સ્પે.હોસ્પિટલ સુધીની હરણફાળમાં કોનું કોનું યોગદાન

પંચનાથ નિદાન કેન્દ્રમાંથી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ સુધીના હરણફાળ વિકાસમાં સ્વ. પ્રધુમનભાઈ માંકડ, સ્વ. નારાયણભાઈ મહેતા, સ્વ. ડો. વિનોદભાઈ પંડયા, રજનીભાઈ જોબનપુત્રા જેવા સંસ્થાપકોનું માર્ગદર્શન મળ્યું છે. આ ઉપરાંત પંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્ટના યુવા પ્રમુખ દેવાંગભાઈ માંકડ, ઉપપ્રમુખ ડો. લક્ષ્મણભાઈ ચાવડા,માનદમંત્રી તનસુખભાઈ ઓઝા, ટ્રસ્ટીઓ ડી.બી. મહેતા, મયુરભાઈ શાહ વસંતભાઈ જસાણી, ડો.લલીતભાઈ ત્રિવેદી, સંચાલકો સંદીપભાઈ ડોડીયા, જેમીનભાઈ જોશી, પંકજભાઈ ચગ વગેરે સેવાભાવીઓ તથા હોસ્પિટલના ભૂતપૂર્વ, વર્તમાન કર્મચારીઓ સેવાનું યોગદાન આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.