Abtak Media Google News

રૂ.૧૪ કરોડના ખર્ચે નિર્મિત વિંછીયા સેવા સદનને ખુલ્લી મુકશે વિજયભાઈ રૂપાણી

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે બપોરે ૧:૦૦ કલાકે રાજકોટ જિલ્લાના જસદણ તથા વિંછીયા તાલુકામાં માર્ગ અને મકાન, જળ સંપતિ તથા પાણી પુરવઠા વિભાગના રૂ.૮૮ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે.

Img 20180826 Wa0201રાજય સરકારના પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને યોજનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કનેસરા ખાતે રૂ.૧૪ કરોડના ખર્ચ નિર્મિત વિંછીયા સેવા સદન, જસદણ-ભડલી-ગઢડા રોડનું રૂ.૧૪ કરોડના ખર્ચે વાઇડનીંગ, હિંગોળગઢમાં રૂ.૬ કરોડના ખર્ચે ઉછેર કેન્દ્ર તથા રૂ.૨૦ કરોડના ખર્ચે બાબરાથી કોટડાપીઠા પાઈપલાઈનનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત કમળાપુર, ભાડલા, ભંડારીયા અને ભુપગઢ રોડનું રૂ.૨૫ કરોડના ખર્ચે થનારા વાઈડનીંગ, કનેસરા-૨ સિંચાઈ યોજનાના રૂ.૫.૦૨ કરોડના કામ, જસદણ તાલુકાના ભાડલા ગ્રુપ હેઠળની રૂ.૧.૧૨ કરોડની પાઈપલાઈન, જસદણ તાલુકાના સાણથલી ગ્રુપ હેઠળની રૂ.૧.૯૦ કરોડની પાઈપલાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

Img 20180827 Wa0013 1

આ તકે મુખ્ય મહેમાન તરીકે જળસંપતિ (સ્વતંત્ર હવાલો) તથા પાણી પુરવઠા વિભાગના રાજયકક્ષાના મંત્રી તથા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા ઉપસ્થિત રહેશે.

Img 20180827 Wa0012

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.