Abtak Media Google News

સોલાર પ્લાન્ટથી વાર્ષિક ૬૦ લાખ યુનિટ વિજ ઉત્પાદન થવાથી પાલિકાને વાર્ષિક ૩.૯ કરોડ વિજબિલની બચત થશ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  સુરત મહાનગરપાલિકાના વિવિધ વોટર વર્કસો, જળવિતરણ મથકોની અગાશી પર રૂા.૧૯.૪૬ લાખના ખર્ચે ૩.૬ મેગાવોટના રૂફટોપ સોલર પાવર પ્લાન્ટોનું લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ અલથાણ મથક ખાતેના સોલાર પાવર પ્લાન્ટનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ અલથાણ જળવિતરણ મથક ખાતેથી સ્વીચ ઓન કરીને સૂરત શહેરને સમર્પિત કર્યા હતા. વડાપ્રધાનશ્રીના સ્માર્ટ સીટીના ક્ધશેપ્ટ અંતર્ગત રીન્યુઅલ એનર્જીનો ઉપયોગ જેવા કે, સૌર ઉર્જા અને વિન્ડ ઉર્જાનો ઉપયોગ દ્વારા સુરત મહાનગરપાલિકાએ સુરત શહેરમાં રાંદેર, સરથાણા, કોસાડ, કતારગામ, વરાછા વોટર વર્કસો અને મોટા વરાછા તથા કતારગામ જળવિતરણ મથક તેમજ ઉધના અને રાંદેર ઝોનની કચેરીઓની અગાશી પર આ સોલાર પાવર પ્લાન્ટો કાર્યરત થયા છે. આ સોલાર પ્લાન્ટથી વાર્ષિક ૬૦ લાખ યુનિટ વિજ ઉત્પાદન થશે જેનાથી પાલિકાને વાર્ષિક ૩.૯ કરોડ વિજબિલની બચત થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.