Abtak Media Google News

રાજકોટની મેટોડા જીઆઈડીસી ખાતે રાહત છાવણીમાં રહેતા આશ્રિતો સાથે વાત કરી

દેશભરમાં જયારે લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ઔધોગિક વસાહતોની રાહત છાવણીમાં આશ્રય લેનારા શ્રમિકો સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાતચીત કરી હતી અને તેમની સ્થિતિ અંગે માહિતી પણ મેળવી હતી. ગુજરાત રાજયનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સીએમ ડેસ્કબોર્ડનાં જનસંવાદ કેન્દ્રનાં માધ્યમથી રાજકોટનાં મેટોડા ઔધોગિક વસાહતમાં આવેલા ઓટોમોબાઈલ પાર્ટસનાં ઉત્પાદન સાથે જોડાયેલા ફેકટરીમાં કામ કરી રહેલા અને ત્યાંજ વસવાટ કરતા પરપ્રાંતિય કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો.

વિજયભાઈ રૂપાણીએ આ શ્રમિકો માટે ઉધોગોએ કરેલી આવાસ, ભોજન, નિવાસ વ્યવસ્થા, આરોગ્ય સગવડ તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગનાં નિયમોની જાળવણી અંગેની માહિતી આ શ્રમયોગીઓ સાથે સંવાદ કરીને મેળવી હતી. મુખ્યમંત્રીએ આ બધા જ શ્રમિકોને નિયમિત મેડિકલ ચેકઅપ, સેનેટાઈઝર, માસ્ક, બે સમયનું પુરતું ભોજન વગેરેની વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરી વિગતો મેળવી હતી. ઉધોગકારો તેમજ શ્રમિકોએ રાજય સરકાર તથા જિલ્લા વહિવટીતંત્રએ કરેલા આ ઉતમ વ્યવસ્થાથી સંતોષ વ્યકત કરીને કોરોનાની મહામારી સામેના જંગમાં તેઓએ પણ રાજય સરકારની સાથે પોતાનો યથાયોગ્ય યોગદાનથી જોડાઈને વિજય મેળવાશે તેઓ વિશ્ર્વાસ મુખ્યમંત્રી દ્વારા વ્યકત કરવામાં આવ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.