Abtak Media Google News

વોર્ડ નં.૯માં પેરેડાઈઝ હોલ સામે લાયબ્રેરી, ભારતનગરમાં પીપીપી આવાસ યોજના અને ૩ શાળાઓનું લોકાર્પણ: કોમ્યુનિટી હોલ અને એક શાળાનું ખાતમૂહુર્ત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી ૨૦મી જુલાઈનાં રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓનાં હસ્તે કોર્પોરેશનનાં અલગ-અલગ ૮ પ્રોજેકટનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગઈકાલે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં કોર્પોરેશનનાં પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ રાજકોટ શહેરનાં વિકાસ કામોની સમીક્ષા પણ કરી હતી અને તમામ પ્રોજેકટ વહેલી તકે પૂર્ણ કરવા આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આગામી ૨૦મી જુલાઈનાં રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે શહેરનાં વોર્ડ નં.૯માં પેરેડાઈઝ હોલ સામે મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલી અત્યાધુનિક લાયબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અલગ-અલગ ૩ શાળાઓનું લોકાર્પણ કરાશે અને એક શાળાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. ભારતનગર વિસ્તારમાં પીપીપીનાં ધોરણે બનાવવામાં આવેલી આવાસ યોજનાનું પણ મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ઓપન ડેટા પોલીસી અંતર્ગત મહાપાલિકા દ્વારા પાયલોટ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ સિટી ડેટા પોલીસીનું પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે જેનું પણ મુખ્યમંત્રીનાં હસ્તે લોન્ચિંગ કરવામાં આવશે. હાલ કોર્પોરેશનમાં અલગ-અલગ ૮ પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહૂર્તની તૈયારી કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ સંખ્યામાં વધારો થવાની પણ શકયતા જણાઈ રહી છે.

Cm-Announces-Rs-100-Crore-Project-For-Cm
cm-announces-rs-100-crore-project-for-cm
Cm-Announces-Rs-100-Crore-Project-For-Cm
cm-announces-rs-100-crore-project-for-cm

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.