Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેવડિયા નજીક ખલવાની ખાતે રીવર રાફટીંગ સુવિધાનો પ્રારંભ કરાવ્યો: સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ વાઈ-ફાઈનું લોન્ચિંગ કર્યું

રીવર રાફટિંગની સુવિધાથી કેવડીયાના પ્રવાસન આકર્ષણમાં આગવું પીછું ઉમેરાયું છે. વિશ્વભરમાં સાહસ પ્રવાસનમાં રીવર રાફટિંગ ખૂબ લોકપ્રિય છે. આગામી દિવાળી સુધીમાં કેવડિયાને બહુ આયામી પ્રવાસન ધામ બનાવવાનું લક્ષ્ય  હોવાની વાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેવડિયા નજીક ખલવાની ખાતે પશ્ચિમ ભારતની પ્રથમ રીવર રાફટિંગ સુવિધાનો પ્રારંભ કરાવતા સમયે જણાવી હતી.

મુખ્યમંત્રીએ આગામી દિવાળી કેવડીયામાં પ્રવાસીઓ ઉજવે અને પ્રકૃતિ અને સાહસિક પ્રવાસનનો આનંદ માણે એવો અનુરોધ કરતા કહ્યું કે ૧લી સપ્ટેમ્બરથી રીવર રાફટિંગની સુવિધા લોકો માટે કાર્યરત થઈ જશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દુનિયાભરમાં રીવર રાફટિંગ ખૂબ જ લોકપ્રિય છે અને વિશ્વાના  પ્રવાસીઓ એનો આનંદ માણવા પ્રવાસ કરે છે ત્યારે ખલવાની ઇકો ટુરિઝમ સેન્ટરની આ સુવિધા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષશે. આ સુવિધાનો વિકાસ ઉત્તરાખંડના નિષ્ણાતોની મદદ થી કરવામાં આવ્યો છે. આ સ્થળે બારેમાસ ૬૦૦ ક્યુસેક્સ જેટલો જળ પ્રવાહ રહે છે એટલે યુવાનો રેપીડ અને એક્સાઇટિંગ રાફટિંગની મઝા માણી શકશે અને સાહસિકતાના પાઠો શીખશે. આ જગ્યા જંગલોથી ઘેરાયેલી છે એટલે પ્રકૃતિ શિક્ષણનું કેન્દ્ પણ બનશે. નદીના વળાંકોને લીધે રાફટિંગ ખૂબ આનંદપ્રદ બની રહેશે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જીઓના સહયોગથી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફ્રી વાઈફાઈ સેવા શરૂ કરાવી છે. અહીં વિશ્વ વન ઉછેરવામાં આવી રહ્યું છે જેમાં વિશ્વ આખાના વનસ્પતિ વૈવિદ્યનો ઉછેર કરાશે. જંગલ સફરીમાં જીરાફ અને ગેંડા સહિતનું પ્રાણી વૈવિધ્ય જોવા મળશે. બટર ફ્લાય પાર્ક  જ્યાં પતંગિયા ઉદ્યાનમાં રંગબેરંગી પતંગિયાના આનંદ દર્શન થશે. કેક્ટસ ગાર્ડનમાં મનમોહક કેક્ટસ જોવા મળશે. અહીં ટપક સિંચાઈથી વન ઉછેરવામાં આવી રહ્યું છે. કાયમ માટે અદભુત રાત્રી પ્રકાશ વ્યવસ્થા કરાશે જેના લીધે પ્રવાસીઓ કેવડીયાનું રાત્રી દર્શન કરી શકશે. ૧૫મી ઓક્ટોબર સુધીમાં કેવડીયાને ટોટલ ટુરિઝમ સેન્ટર બનાવવાની નેમ છે.

Cm-Aims-To-Make-Cavadia-A-Multi-Dimensional-Tourist-Destination-By-Diwali-Cm
cm-aims-to-make-cavadia-a-multi-dimensional-tourist-destination-by-diwali-cm
Cm-Aims-To-Make-Cavadia-A-Multi-Dimensional-Tourist-Destination-By-Diwali-Cm
cm-aims-to-make-cavadia-a-multi-dimensional-tourist-destination-by-diwali-cm

આ વિશ્વ કક્ષાના બનનારા પ્રવાસન ધામમાં પ્રવાસીઓ બાળકો સાથે સહ પરિવાર આવે અને ૩ દિવસનું રોકાણ કરી વિવિધતાસભર પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે એવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ જંગલ સફારીના વિકાસનું નિરીક્ષણ કર્યું હતું.

The-Reason-Why-Most-Of-The-Temples-Are-Built-On-The-Mountains-Is-To-Know-What-The-Reason-Is
the-reason-why-most-of-the-temples-are-built-on-the-mountains-is-to-know-what-the-reason-is
Cm-Aims-To-Make-Cavadia-A-Multi-Dimensional-Tourist-Destination-By-Diwali-Cm
cm-aims-to-make-cavadia-a-multi-dimensional-tourist-destination-by-diwali-cm

આ પ્રસંગે અંજલિબહેન રૂપાણી, સરદાર સરોવર નર્મદા નિગમના એમડી રાજીવ કુમાર ગુપ્તા, જિલ્લા કલેક્ટર આઇ. કે.પટેલ સહિત મહાનુભાવો એમની સાથે રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.