Abtak Media Google News

આજે દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી જયારે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૩૬ જિલ્લાના ૧૧૨ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજ સુધીમાં રાજયમાં કુલ ૬૩.૩૯ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરીમયાન સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના તાલાપુર તાલુકામાં ૭૩ મીમી પડયો છે. આજે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જયારે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

છેલ્લા એક સપ્તાહથી રાજયમાં ફરી નૈઋત્યનું ચોમાસું સક્રિય થયું છે. ગઈકાલે રવિવારે રાજયના અનેક સ્થળોએ હળવા ઝાપટાથી લઈ ૩ ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. સૌરાષ્ટ્રમાં પણ શ્રાવણી સરવલાથી લઈ અઢી ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં ૬૭ મીમી પડયો હતો. આ ઉપરાંત ભાવનગરના જેસરમાં ૩૮ મીમી અને ઘોઘામાં ૩૫ મીમી, પાલિતાણામાં ૨૦ મીમી, તળાજામાં ૨૦ મીમી, ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં ૧૬ મીમી, સુત્રાપાડામાં ૧૧ મીમી, કોડીનારમાં ૧૦ મીમી, ઉનામાં ૯ મીમી, સુરેન્દ્રનગરના વઢવાણમાં ૧૫ મીમી, રાજકોટના લોધીકામાં ૧૦ મીમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત આણંદના તારાપુરમાં ૭૩ મીમી, અમદાવાદના સાણંદમાં ૪૬ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૩૧ જિલ્લાના ૧૧૨ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એક જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમુક સ્થળોએ અતિભારે વરસાદ પણ વરસી શકે છે. આવતીકાલે વરસાદનું જોર ઘટશે. જોકે બુધવારે દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારે રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

નર્મદા ડેમની જળસપાટીમાં પ્રતિ કલાક ૧ સેન્ટીમીટરનો વધારો

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં છેલ્લા ત્રણ દિવસમાં સાડા ત્રણ મીટરથી વધુ પાણીની આવક થવા પામી છે. ઉપરવાસમાં પડેલા અનરાધાર વરસાદના કારણે ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો હોય રાજયમાં હાલ પુરતુ જળસંકટ ટળી ગયું છે. હાલ નર્મદા ડેમમાં પ્રતિ સેક્ધડ ૧૭,૭૩૪ કયુસેક પાણીની આવક ચાલુ છે. જે જાવક કરતા વધુ હોવાના કારણે ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમની સપાટી ૧૧૪.૬૭ મીટરે પહોંચી જવા પામી છે. ડેમની જળસપાટીમાં સતત વધારો થતા હાલ રાજયપરથી જળસંકટ ટળી ગયું છે.

આગામી દસકામાં પૂરથી ૧૬૦૦૦ લોકો જીવ ગુમાવશે

કુદરતા કહેર આગળ માનવી કંઇ જ કરી શકતો નથી. ભુકંપ, પુર જેવી કુદરતી આફતોથી સેંકડો લોકો મોતને ભેટે છે. જેનું તાજેતરનું ઉદાહરણ છે કેરળ, કેરળમાં ભયંકર પુરનો ઘણા લોકો ભોગ બન્યા છે. ત્યારે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ ધારણા વ્યકત કરી છે કે ભારતમાં આગામી ર૦ વર્ષમાં ૧૬ હજાર લોકો પુરના લીધે જીવ ગુમાવશે અને ૪૭ હજાર કરોડની માલ-મિલ્કતોને નુકશાન પહોચે તેવી શકયતા છે.

એનડીએમએ ની આ ધારણા ચોકકસપણે સામાન્ય પ્રજા સહીત સરકારને પણ ચિંતીત કરી મુકે તેવી છે.

આથી સરકારે ડીઝાસ્ટર રીસ્ક રીડકશન (ડીઆરઆર) એટલે કે કુદરતી આફતોના જોખમને શકય તેટલું ઓછું કરવા પર ભાર મુકયો છે. એનડીએમએ આ મુદ્દે ગાઇડલાઇન પણ જાહેર કરી દીધી છે જેમાં જણાવાયું વે કે ઓચિંતી ઉભી થતી મુશ્કેલીઓના સમયે કેવી રીતે બચવું શું કરવું તેના પર લોકોને માર્ગદર્શન આપવું જોઇએ અને આ માટે સેમીનાર તેમજ બેઠકો આયોજીત કરવા આદેશ અપાયા છે.

કુદરતી આફતોના જોખમનું વિશ્ર્લેષણ કરી તેનાથી બચાવ- રાહત કામગીરી વધુ તેજ બનાવવા પર આયોજનો ધડવા એનડીઅમએ સુચવ્યું છે.

દરિયાની વધતી સપાટીથી  વિશ્ર્વભરમાં સૂનામી આવશે

પૃથ્વીની ૭૧% સપાટી પર પાણી ફેલાયેલું છે તેમાં પણ ૯૭.૫% દરિયાઈ પાણી છે. ત્યારે આ દરિયાઈ સપાટીને લઈ સંશોધકોએ ચેતવણી આપી છે કે દરિયાની વધતી સપાટીએ વિશ્વભરમાં સુનામી લઈ આવી શકે છે. જો વાતાવરણીય બદલાવના કારણે દરિયાનાં લેવલમાં માત્ર આંશિક વધારો થયો તો પણ વિશ્વભરમાં સુનામી આવી શકે તેવી દહેશત છે.

સંશોધકોના તાજેતરનાં અભ્યાસ મુજબ, ભૂકંપ આવ્યા બાદની સુનામીથી તટીય શહેરોની સાથે દૂર આવલે શહેરોને પણ મોટુ નુકશાન નીવડી શકે છે. વર્ષ ૨૦૧૧માં ઉતરી જાપાનમાં અને ૨૦૦૪માં સુમાત્રા અંદમાનમાં આવેલી સુનામી હજુ ભૂલી શકાય તેમ નથી. આ ઘટનાનું ઉદાહરણક આપી સંશોધકોએ કહ્યું છે કે, સુનામીથી પરમાણુ સયંત્રને મોટુ નુકશાન પહોચે છે. અને રેડીયોધર્મી વિકીકરણ પણ પેદા થાય છે.

અમેરિકાના વર્જેનિયા ટેકના એક સહાયક પ્રોફેસર રોબર્ટ બેસે ક્હ્યું કે, અમારો અભ્યાસ જણાવે છે કે સમુદ્રની સપાટી વધવાથી સુનામીનો ખતરો ઘણો વધી ગયો છે. આનો મતલબ છે કે ભવિષ્યમાં નાની સુનામીનો પણ મોટો પ્રભાવ પડી શકે છે. અને ચીનના મકાઉમાં સ્થિત દરિયાઈ સપાટી પર કોમ્પ્યુટર દ્વારા કૃત્રિમ સુનામી ઉભી કરાઈ હતી. જેના દ્વારા દરિયાઈ સપાટી ૧.૫ થી ૩ ફૂટ વધી ગઈ હતી જે માનવજીવન માટે ચેતવણી રૂપ છે.

સંશોધકોએ કહ્યું કે, દરિયાઈ સપાટીમાં ૮.૮ તીવ્રતાના એક ભૂકંપના ઝટકાથી મકાઉ ડુબી જાય તેમ છે. અને મકાઉ વિસ્તારમાં ૨૦૬૦ સુધીમાં દરિયાઈ સપાટી ૧.૫ ફૂટ તેમજ ૨૧૦૦ સુધીમાં ૩ ફૂટ વધશે તેવી શકયતા છે.

યુએઇના મૂળ ભારતીય ઉદ્યોગપતિ ટાયકૂને કેરળ માટે રૂ.૧૨૫૦૦ કરોડની સહાય જાહેર કરી

મુળ ભારતીય ઉદ્યોગપતિ અને હાલ યુએઈમાં રહેતા ટાયકુને કેરલના અસરગ્રસ્ત લોકોનવી સહાય માટે રૂ.૧૨,૫૦૦ કરોડ આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છેકે, કેરળમાં ભારે વરસાદના કારણે ભયંકર પૂરમાં ધણા લોકો મોતને ભેટયા છે. કેરળમાં જાનમાલને મોટુ નુકશાન પહોચ્યું છે તેમજ ૧૬૪ લોકો ઘરવિહોણા બન્યા છે. જયારે ૩.૧૪ લાખ લોકોને રાહત સ્થળો પર ખસેડાયા છે. કેરળનું આ પૂર સદીનું સૌથી મોટુ અને ભયંકર પૂર ગણાઈ રહ્યું છે. જેનો ભોગ બનતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

ગુજરાત સહિત દેશભરમાંથી કેરળના લોકો માટે સહાય મોકલવામાં આવી રહી છે. ત્યારે ભારતીય મુળના ટાયકુન નામના ઉદ્યોગપતિએ ૧૨,૫૦૦ કરોડ રૂપીયાની સહાયની જાહેરાત કરી છે. જયારે કેરળમાં જ જન્મેલા બીઝનેશમેન યુસુફ અલી માએ ૫૦ મીલીયનની સહાય કરી છે. દુનિયાભરનાં ઘાણા દાતાઓ કેરલના લોકોની સહાય માટે આગળ આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.