Abtak Media Google News

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૮૯ તાલુકાઓમાં વરસાદ : વડીયામાં ૩ ઇંચ, કોટડા સાંગાણીમાં ૨ ઇંચ, ભાણવડમાં પોણા બે ઇંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં હવે મેઘવીરામ આવી ગયો છે. હવે છૂટો છવાયો વરસાદ જ પડશે તેવુ હવામાન વિભાગે જાહેર કર્યું છે. હવે મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થતા થોડા દિવસો નીકળી જશે. ત્યાં સુધીમાં સૌરાષ્ટ્રમાં છુટા છવાયા ઝાપટા નોંધાશે.

વધુમાં છેલ્લા ૨૪ કલાકના વરસાદના આંકડા જોઈએ તો રાજ્યના ૮૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના મહુઢામાં સવા ૩ ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અમરેલીના વડીયામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. કોટડા સાંગાણી બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પાવી જેતપુર, નેતરંગ અને ભાણવડમાં પોણા બે ઇંચ,સુરતના કામરેજમાં, પોરબંદરમાં, સુરતના માંગરોળમાં, માંડવીમાં, છોટાઉદેપુરના બોડેલીમાં, નવસારીમાં અને તાપીના વ્યારામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત વલસાડના ધરમપુર, મુન્દ્રા, ગોંડલ, જસદણ, નર્મદાના નાંદોદ, ડાંગના સુબિર, ખેડાના કથલાલ, સુરતના ઉમરપાડા, નવસારીના ગણદેવી, પંચમહાલના જાબુઘોડા, નવસારીના જલાલપોર, સુરતના પાલસાણા, છોટાઉદેપુરના નાસવાડીમાં, વંથલીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

આ સાથે ધોરાજી, માંગરોળ, સૂત્રાપાડ, તાપીના સોનગઢ અને ડોલવાન, મેંદરડા, દાહોદ, વાલોદ, ચોટીલા, જામકંડોરણા, કુતીયાણા, અમરેલી, ખાંભા, લાઠી, ગારિયાધાર, મહુવા, અંજાર, રાણાવાવ, ઘોઘા, નર્મદાના તીલકવાડા, સુરતના મહુવા, ડાંગના વઘાઇ, વઢવાણ, જેતપુર, રાજકોટ, જામનગર, દ્વારકા, માળીયા, લોધિકા, વેરાવળ, જાફરબાદ, પડધરી, ધંધુકા, ધોળકા, ભૂજ, ધ્રાંગધ્રા, છોટાઉદેપુર, ખંભાળિયા સહિતના સ્થળોએ છુટાછવાયા ઝાંપટા નોંધાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.