Abtak Media Google News

ત્રિકોણબાગી બાઈક રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવાશે

જીએસટીની અમલવારીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જીએસટીના જટીલ અને અણધડ કાયદાના કારણે અનેક ઉદ્યોગ ક્ષેત્રો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને કાપડ ઉદ્યોગ જીએસટીના પાંચ સ્લેબમાં ગુંચવાઈ ગયો છે. દેશભરમાં વિવિધ સ્ળોએ ઉદ્યોગ સંઘર્ષ કમીટી દ્વારા બંધનું એલાન અપાયું છે ત્યારે રાજકોટમાં પણ કાપડના વેપારીઓ કમીટીની સો રહી બંધ પાળશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

આવતીકાલે સવારે ૧૧ કલાકે ત્રિકોણબાગી કાપડના વેપારીઓ બાઈક રેલી કાઢી જીએસટી સામે વિરોધ પ્રદર્શન કરશે. જીએસટી ની જોઈતું, રજિસ્ટ્રેશન ની કરાવવું તેવા સૂત્રોચ્ચારો કરશે અને જિલ્લા કલેકટરને જીએસટી સામે આવેદન પત્ર પાઠવશે.

અગાઉ સૌરાષ્ટ્રના જેતપુર, જૂનાગઢ અને ભેંસાણ સહિતના સ્ળોએ કાપડના વેપારીઓએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો હતો. હવે રાજકોટના કાપડના વેપારીઓ પણ આ વિરોધમાં જોડાઈ ગયા છે અને આવતીકાલે બંધ પાડી બાઈક રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરાયું છે. આ બંધમાં સમસ્ત કાપડ મહાજન જોડાઈ તેવી ઈચ્છા ‘અબતક’ની મુલાકાતે આવેલા પ્રતિનિધિ મંડળે વ્યકત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.