Abtak Media Google News

CBIની સ્પેશ્યલ કોર્ટે શનિવારે લાંચ પ્રકરણમાં કેન્દ્રીય તપાસ એજન્સીના પૂર્વ સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના અને DSP દેવેન્દ્રુકમારને ક્લિનચીટ આપી હતી. CBI તરફથી દાખલ ચાર્જશીટ પર અસહમતિ દર્શાવતા સ્પેશ્યલ જજ સંજીવ અગ્રવાલે કહ્યું કે અસ્થાના અને કુમાર વિરુદ્ધ આગળ કાર્યવાહી કરવા માટે પર્યાપ્ત પુરાવા નથી. જો ભવિષ્યમાં નવા તથ્યો સામે આવશે તો જોઇશું.

તપાસ એજન્સીએ ચાર્જશીટમાં અસ્થાના અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના પુરાવા ન મળ્યા હોવાની વાત કરી હતી.

કોર્ટે કહ્યું કે આ મામલામાં આરોપી મનોજ, તેના ભાઇ સોમેશ્વર પ્રસાદ અને તેના સસરા સુનીલ મિત્તલ વિરુદ્ધ પણ યોગ્ય પુરાવા નથી. કોર્ટે સોમેશ્વર પ્રસાદ અને મિત્તલને 13 એપ્રિલે કોર્ટમાં રજૂ થવાનો આદેશ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.