Abtak Media Google News

૨૬મી જાન્યુઆરી સુધીમાં ખેલાડીઓના ફોર્મ સ્વીકારાશે

જૂનાગઢ સમગ્ર દેશના યુવક અને યુવતિઓ માટેની અખિલ ભારતીય ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આગામી તા.૦૯/૨/૨૦૨૦ના જૂનાગઢમાં યોજાશે.હાલ કુલ ૨૪૫ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થઇ ચુકયુ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ખેલાડીઓના ફોર્મ તા.૨૬/૧/૨૦૨૦ સુધી સ્વીકારાશે.સ્પર્ધકો ૧૪ થી ૧૮ અને ૧૯ થી ૩૫ ની વય મર્યાદામાં સિનિયર – જુનિયર વિભાગમાં ભાગ લઇ શકશે.બન્ને વિભાગના ભાઇઓ માટેની સ્પર્ધા ગીરનાર તળેટીથી અંબાજી મંદિર સુધીના ૫૫૦૦ પગથીયા અને બન્ને વિભાગની બહેનો માટે ગીરનાર તળેટીથી માળી પરબ સુધીના ૨૨૦૦ પગથીયા ચઢીને ઉતરવાના રહેશે. ભાઇઓની સ્પર્ધાની સમય મર્યાદા ૨-૦૦ કલાક અને બહેનોની સ્પર્ધા માટે ૧-૧૫ કલાકની સમય મર્યાદા રહેશે. આ સ્પર્ધા નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરનાર સ્પર્ધકોને જ પ્રમાણપત્રો આપવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ખેલાડીઓના ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જૂનાગઢ ખાતે ૨૬/૦૧/૨૦૨૦ સુધીમાં પહોંચતા કરવાના રહેશે. વધુ વિગતો માટે કચેરીના ફોન નં.(૦૨૮૫)૨૬૩૦૪૯૦ નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.