Abtak Media Google News

મહારાષ્ટ્રમાં આચાનક હવામાનમાં પલટો કેટલાક જિલ્લામાં માવઠાથી વરસાદ સાથે બરફના કરા પડ્યા. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ખેતરોમાં ઉભા પાકને પણ નુકસાન પહોંચ્યું છે. મહારાષ્ટ્ર સરકારના અધિકારીએ પુષ્ટી કરી તે કરા સાથે પડેલા વરસાદને કારણે બે મહિલાઓ પણ ઘાયલ થઈ છે. જાલના, ભોપાલ, ધુલે, નાંદુબાર, બીડ સહિતના વિસ્તારોમાં બરફના કરા પડવા સાથે માવઠું થયું છે.

કરા પડતાં  સમગ્ર વિસ્તારમાં જાણે સફેદ ચાદરથી ઠંકાઈ ગયો હોય તેવું દ્રશ્ય થઈ ગયું છે. રાજ્યના મહેસુલ વિભાગને જણાવ્યું કે સવારે સાડા સાત વાગ્યાથી કરા પડવાનું શરૂ થયું હતું અને લગભગ અડધો કલાક સુધી સતત કરા પડ્યા. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં પણ કેટલાક વિસ્તારોમાં બરફના કરા સાથે વરસાદ પડ્યો હોવાના સમાચાર મળ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.