વિચક્ષણ પોલીસ વડા આશિષ ભાટીયા આજે રાજકોટની મુલાકાતે

અમદાવાદમાં ૨૦૦૮ના બોમ્બ બ્લાસ્ટનો માત્ર ૨૦ જ દિવસમાં ભેદ ઉકેલી ઇન્ડિયન મુઝાહીદીન ત્રાસવાદી સંગઠન સાથે સંકડાયેલા ૩૦ની ધરપકડ સહિત અનેક પડકારરૂપ કામગીરી આગવી કુનેહથી ઉકેલી

શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરશે

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ, અમદાવાદ લઠ્ઠાકાંડ, કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસ અને બીટ કોઇન કૌભાંડ જેવા ચેલેન્જીગ ઘટનાને આગવી કુન્હેથી ઉકેલી નાખી આઇપીએસ અધિકારીઓમાં ડીટેકશન ક્ષેત્ર મુઠી ઉચેરી સ્થાન ધરાવતા આશિષ ભાટીયા રાજયના પોલીસ વડા બન્યા બાદ સૌ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી પોલીસની કામગીરીની સમિક્ષા કરવામાં આવશે તેમના સ્વાગત માટે શહેરભરના પોલીસ સ્ટાફ દ્વારા તડામાર તૈયારી કરી રહ્યા છે.

હરિયાણાના વતની અને એન્જિનીયરીંગનો અભ્યાસ કર્યા બાદ ૧૯૮૫માં આઇપીએસ બનેલા આશિષ ભાટીયાએ રાજયના જુદા જુદા શહેરોમાં પસંશનીય ફરજ બજાવી છે. સુરત અને અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી છે. ૨૦૦૮માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો માત્ર ૨૦ જ દિવસમાં ભેદ ઉકેલી ઇન્ડિયન મુઝાહીદીન ત્રાસવાદી સંગઠન સાથે જોડાયેલા ૩૦ જેટલા શખ્સોની ધરપકડ કરી હતી. આ સમય દરમિયાન અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડનો પણ ભેદ ઉલ્યો હતો. ૨૦૧૯માં કચ્છના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળીની થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં પણ મહત્વની ભૂમિકા રહી છે. તેમને ૨૦૦૧માંપોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા નિવૃત થયા બાદ આશિષ ભાટીયાને ડીજીપી તરીકે નિમણુંક અપાયા બાદ સૌ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે. ત્યારે તેમના ભવ્ય સ્વાગત માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર અને ડીસીપી ઝોન-૧ મનોહરસિંહ જાડેજાના માર્ગ દર્શન હેઠળ તમામ પોલીસ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

Loading...