Abtak Media Google News

આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદીનનાં કમાન્ડરની સાથે લશ્કર એ તોયબાનાં બે આતંકીઓ ઠાર

પૃથ્વી પરનાં સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષા જવાનો અમન અને શાંતી પ્રસરાવવા માટે કાર્યવાહી તબકકાવાર કરી રહ્યા છે. શ્રીનગરનાં ડોડા જિલ્લામાં મુઠભેદ હાથ ધરવામાં આવી હતી જેમાં આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદીનનાં કમાન્ડરની સાથે લશ્કર એ તોયબાનાં બે આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. આ કવાયત બાદ ભારતનાં સુરક્ષા જવાનોએ ગદારોનો સફાયો કર્યો છે અને કાશ્મીરનાં ડોડા વિસ્તારને ૧૦૦ ટકા આતંકી મુકત બનાવ્યો છે તેમ જમ્મુ-કાશ્મીરનાં ડીજીપી દિલબાગસિંગે જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને ૧૯ રાષ્ટ્રીય રાઈફલ સૈન્યનાં જુથ સાથે જોઈન્ટ મિશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અનંતનાગનાં રૂણીપુરા વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈન્ટેલીજન્સ ઈનપુટનાં આધારે આતંકીઓ રાણીપોરા વિસ્તારમાં વસવાટ કરતા હોવાનું પણ ખુલ્યું હતું ત્યારબાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. સર્ચ ઓપરેશન અને ગન ફાઈટ દરમિયાન હિઝબુલ મુઝાહિદીનનાં કમાન્ડર મસુદ અહેમદ બટ અને લશ્કર એ તોયબાનાં તારીકખાન અને નદીમને સુરક્ષા જવાનોએ ઠાર કર્યા હતા જે અંગેની વિગતો જમ્મુ-કાશ્મીરનાં આઈજીપી કુમાર દ્વારા આપવામાં આવી હતી. સાથો સાથ આ કાર્યવાહી દરમિયાન સૈન્યએ આર્મ્સ અને એમ્યુનેશનનો મોટો જથ્થો પણ એન્કાઉન્ટર થયેલ સાઈટ પરથી રીકવર કર્યો હતો.

ડીજીપી દિલબાગસિંગનાં જણાવ્યા મુજબ ડોડા વિસ્તારમાં ઓપરેશન હાથ ધરાતા અને હિઝબુલનાં કમાન્ડરને નાથતા ડોડા વિસ્તાર ફરી આતંકી મુકત વિસ્તાર બન્યો છે. હાલ સુરક્ષા જવાનોની કાર્યવાહીથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, સુરક્ષા જવાનો ખુબ સતર્કતાથી અને તબકકાવાર આતંકીઓનો સફાયો કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં કુલ ૧૩૩ આતંકીઓને ઠાર કરી વિસ્તારને શાંત અને અમન પ્રસરાવવા માટે સુરક્ષા જવાનો કાર્ય કરી રહ્યા છે.

ભારતમાં રહી ગદારી કરતા હુરિયતનાં નાપાક લોકોને કયારે ભરી પીવાશે?

જમ્મુ-કાશ્મીરના ડાબેરી અલગાવવાદી સંગઠનોની એકાએક આવેલી અફરા-તફરી જેવી પરિસ્થિતિમાં પાકનાં કટરવાદી નેતા સૈયદ અલી શાહ જીલાનીએ સોમવારે હુરિયટી કોન્ફરન્સ છોડવાની અને પોતાના અનુયાની તરીકે આઈએસઆઈ સાથે ધરોબો રાખનાર પાકિસ્તાનના રાવલપીંડીના વતની અબ્દુલ્લા જીલાનીને તેનો અનુગામી તરીકે નિમિયો હોવાની જાહેરાત કરી હતી. ૯૧ વર્ષના હુરિયતના નેતા ગત ઓગસ્ટ મહિનામાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ પોતાના સંગઠનમાં આંતરિક રીતે ભારે વ્યાકુળ અને અસમજંસમાં મુકાઈ ગયા હતા તે છેલ્લા કેટલાક સમયથી હુર્રિયતમાં પોતાના નેતાઓ સાથે મતમતાંતરની પણ ફરિયાદો કરતા હતા. એક ઓડિયો સંદેશામાં ઓલ પાર્ટી હુરિર્યત કોન્ફરન્સના ચેરમેન સૈયદ અલી શાહ જીલાનીએ સંપૂર્ણપણે હુરિયત કોન્ફરન્સ છોડુ છુ તેવી જાહેરાત કરી છે.

હુરિયત કોન્ફરન્સનાં પ્રવકતાએ જણાવ્યું હતું કે, ત્રણ વખત ધારાસભ્ય રહેલા સૈયદ અલી શાહે હુરિયતના તમામ આઠ માન્ય સંગઠનોને પત્ર પાઠવી પોતાના પદત્યાગની લેખિત જાણકારી આપી હતી. હુરિયત છોડવાના કારણમાં પાક કબજાગ્રસ્ત કાશ્મીરમાં પોતાના સાથી નેતાઓ સાથે મતમતાંતરનું કારણ આપ્યું હતું. અત્યારની પરિસ્થિતિમાં પાક કબજાગ્રસ્ત કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃતિઓ સીમીત બની ગઈ છે. જીલ્લાના રાજીનામાંથી અલગાવવાદી પ્રવૃતિઓને મોટી અસર થશે. અફરા-તફરી જેવા માહોલમાં પાક કબજાગ્રસ્ત કાશ્મીરમાં હુરિયતના નેતાઓ પોતાની રીતે ગ્રુપ મીટીંગો ભરવાનું શરૂ કરી ચુકયા છે અને જીલાનીને પોતાના આ નિર્ણયની ફેર વિચારણાની માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.