Abtak Media Google News

વાહન ચાલકોને રપ હજાર જેટલા સ્વચ્છતા પોકીટ અપાયા

શહેરમાં જીલ્લા પંચાયત ચોક ખાતે મનપા અને રોટરલ કલબ ઓફ રાજકોટ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત વાહન ચાલકો રોડ પર કચરો ના ફેંકે તેના માટે રપ હજાર જેટલા સ્વચ્છતા પોકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દેશમાં સ્વચ્છતા અંતર્ગત રાજકોટ શહેરનો ૯મો ક્રમાંક આવે છે જે ક્રમાંકને સુધારવા માટે રોટરી કલબ ચોક રાજકોટ અને મનપા દ્વારા સંયુકત ઉપક્રમે પ્રયાસોના ભાગરુપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અબતક સાથે વાતચીતમાં રોટરી કલબ ઓફ રાજકોટના પ્રેસિડેન્ટ ડો. હિતા મહેતાએ જણાવ્યું હતું કે રોટરી કલબ અને રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના જીલ્લા પંચાયત ચોક ખાતે શહેર સ્વચ્છતા અંતર્ગત એક સ્વચ્છતા પોકેટ નું વાહન ચાલકોને વિતરણ કરવામાં આવ્યું હતું.

Vlcsnap 2019 06 03 11H43M53S4

દેશમાં રાજકોટ શહેર સ્વચ્છતા બાબતે ૯માં ક્રમાંકે આવે છે જેને વધુ આગળ વધારવાના ભાગરુપે રોટરી કલબ દ્વારા આ એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા પોકેટ પોતાના વાહનોમાં રાખી કચરો રોડ પર નાખવાને બદલે પોકેટમાં નાખી કચરો ડસ્બીનમાં નાખવાની વિનંતી કરવામાં આવી હતી. જેથી કરી આગામી સમયમાં રાજકોટ શહેરને સ્વચ્છતા બાબતે અગ્રેસર  કરવાના પ્રયાસો પણ રાજકોટ મનપા સાથે મળી રોટરી કલબ દ્વારા કરવામાં આવશે.

અબતક સાથેની વાતચીતમાં ડેપ્યુટી એન્વાયરમેન્ટ એન્જીનીયર (એસએમડી) વલ્લભભાઇ જીંજાડાએ જણાવ્યું હતું કે આજરોજ રોટરી કલબ અને રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન વતી સ્વચ્છતા પાકિટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે સૌ પ્રથમવાર જ શહેરના જીલ્લા પંચાયત ચોકમાં આશરે રપ હજારથી પણ વધુ સ્વચ્છતા પાકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Vlcsnap 2019 06 03 11H43M31S29

શહેરમાં જનજાગૃતિ અભિયાન તરીકે કે જેઓ જયાં ત્યાં કચરાના ફેકે અને સ્વચ્છતા પાકીટમાં કચરો એકઠો કરી ડસ્બીનમાં ખાલી કરે તો સ્વચ્છતામાં રાજકોટનો જે રેન્ક નવમાં ક્રમાંકે છે તેમાં આપણે પબ્લીકને જાગૃતા લાવી રાજકોટ સીટીને સ્વચ્છતા સર્વેક્ષણ અનુભવે સ્વચ્છતામાં રાજકોટ નંબર વન પર આવે તેવા રાજકોટ મનપા અને રોટરી કલબ જેવી સંસ્થાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.