Abtak Media Google News

ગંભીર બીમારી કે નિવૃતિના ચાર વર્ષ અગાઉ સ્વૈચ્છીક રાજીનામુ આપનારના વારસદારને રહેમરાહે નોકરી પણ અપાશે: સફાઈ કામદારોને વર્ષો જૂની માંગણી સ્વીકારતા કોર્પોરેશનના શાસકો

રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોએ સફાઈ કામદારોને વર્ષો જૂની માંગણીનો સ્વીકાર કરી લીધો છે. જેમાં ગંભીર બીમારી કે નિવૃતિના ચાર વર્ષ અગાઉ સ્વૈચ્છીક રાજીનામુ આપનાર સફાઈ કામદારના વારસદારને મહાપાલિકામાં રહેમરાહે નોકરી આપવી અને ૧૮૦૦ દિવસ પાર્ટ ટાઈમ નોકરી કરનાર સફાઈ કામદારને કાયમી કરવા સહિતની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર દર્શીતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણી, દંડક રાજુભાઈ અઘેરા,શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, આરોગ્ય સમીતીના ચેરમેન મનીષભાઈ રાડીયા અને સેનીટેશન કમીટીના ચેરમેન આશિષભાઈ વાગડીયાએ જણાવ્યું હતું કે, સફાઈ કામદારો દ્વારા વર્ષોી કેટલાક વ્યાજબી પ્રશ્ર્નોનો નિકાલ કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જો કોઈ સફાઈ કામદાર ચાલુ ફરજ દરમિયાન અસાધ્ય રોગનો ભોગ બને અને નોકરીને ૨૦ વર્ષ યા ન હોય તે સફાઈ કામદાર પેન્શનનો લાભ જતો કરી સ્વૈચ્છીક રાજીનામુ આપશે તો તેના વારસદારને ખાસ કિસ્સામાં રહેમરાહે નોકરી આપવામાં આવશે. પુત્ર કે પરણિત પુત્રીને અવા દતક પુત્ર કે પુત્રીને વારસદાર તરીકે લેવાની માંગણી પણ સ્વીકારી લેવામાં આવી છે.

હાલ ૨૦ વર્ષની નોકરી ઈ હોય અને છ વર્ષની નોકરી બાકી હોય તેવા સફાઈ કામદાર સ્વૈચ્છીક રાજીનામુ આપે તો તેના વારસદારને નોકરીમાં લેવામાં આવે છે જે નિયમમાં પણ ફેરફાર કરાયો છે અને હવે નિવૃતિના ચાર વર્ષ અગાઉ રાજીનામુ આપનાર સફાઈ કામદારના વારસદારને નોકરી પર લેવામાં આવશે. આ ઉપરાંત સફાઈ કામદારને શ્રીમહર્ષિ વાલ્મીકી શરાફી સહકારી મંડળી લી.ને મહાપાલિકામાં જગ્યા ફાળવવામાં આવશે. કતલખાનામાં એએસઆઈની જગ્યા ભરવાની કાર્યવાહી કરાશે. વારસદારોના વર્ષો જૂના પડતર પ્રશ્ર્નોનો નિકાલ કરી તેને મંજૂરી આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે તો અગાઉ કોન્ટ્રાકટમાં કામ કરેલા સફાઈ કામદારોને અગ્રતા આપવાની માંગણી પણ સ્વીકારી લેવામાં આવી છે. હાલ મહાપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા વ્યક્તિને નોકરીના ૨૫૦૦ દિવસ યા બાદ કાયમી કરવામાં આવે છે. તેના બદલે હવે પાર્ટ ટાઈમ તરીકે ૧૮ દિવસની ફરજ પૂર્ણ કરે તેને કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાજપના શાસકોની આ જાહેરાતી દલિત સમાજના આગેવાનોએ ભારત માતા કી જય અને વંદે માતરમ્ના નાદ સો વધાવી લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.