Abtak Media Google News

કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે પોતાના મત વિસ્તાર વોર્ડ નં.૧૩ માં જાત નીરીક્ષણ કરતા અનેક જગ્યાએ કચરાના ગંજ જોવા મળ્યા અને રાજકોટના અનેક વિસ્તારમાં આવુ જોવા મળેલ ખરેખર રાજકોટ સ્માર્ટ સીટી હોય અને ચાર માસમાં વખતો વખત સફાઇ ઝુબેશ કરવામાં આવતી હોય છતાં પણ કચરાનો નિકાલ થતો હોય તો આમા કોના ઉપર દોષનો ટોપલો ટોળવો શું ટીપરવાન નિયમીત વિસ્તારમાં જતી નથી કે પછી સફાઇ કામદારો કુામ બરાબર કરતા નથી કે સોલીડ વેસ્ટમેનેમેન્ટ વિભાગના અધિકારી એ.સી ચેમ્બરમાં બેસીને તગડો પગાર ખાલી લે છે ટીપરવાનની અસંખ્ય ફરીયાદો હોવા છતાં શા માટે ટેન્ડર આપવામાં આવ્યું ? શું નવી જીપીએસ સીસ્ટમ ખાલી શોભાના ગાંઠીયા સમાન છે. સફાઇ ઝુબેશના આંકડા કચરાના તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ છે ખરેખર આ તમામ સવાલો રાજકોટ જનતા અને અમારા મનમાં ઉઠી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.