Abtak Media Google News

રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા આગામી ૩૦ સપ્ટેમ્બર સુધી ‘સ્વચ્છતા પખવાડિયા’ની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજય પ્રબંધક અભિનવ જેફના જણાવ્યા અનુસાર પખવાડિયાના બીજા અને ત્રીજા દિવસે ‘સ્વચ્છ સ્ટેશન’ની થીમ ઉ૫ર દ્વારકા, ખંભાળિયા, ભાટિયા, જામનગર, રાજકોટ, ખોરાણા, વાંકાનેર, મોરબી, સુરેન્દ્રનગર વગેરે સ્ટેશનો પર રેલકર્મીઓ અને સફાઇ કર્મીઓ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે સ્ટેશનની સફાઇ કરવામાં આવી હતી.

Pic 2 Cleaning Work At Khambhaliya

વિવિધ સ્ટેશનો પર ઇન્સ્ટોલ્ડ સોલાર પાવર પેનલ અને બોટલ ક્રશર મશીનની કાર્યશીલતા તપાસવામાં આવી હતી. પ્લાસ્ટિકનુ પ્રદુષણ તેમજ સીંગલ ચુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાના વિષયમાં ઓનલાઇન પેઇન્ટીંગ સ્પર્ધા રાખવામાં આવી હતી. જેનાં રેલકર્મીઓના ૧૬ બાળકોએ ભાગ લીધો હતો. રેલ્વે ટ્રેક, પરિસર ઉપરાંત તમામ ઇલેકટ્રીક સાધનોની સફાઇ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.