Abtak Media Google News

‘સ્વચ્છતા જ સેવા’ પખવાડીયા અંતર્ગત ગાંધી જયંતિના દિવસે રેલવે, મંડલ, સંસ્થાઓ તેમજ યાત્રીઓના સહિયારા પ્રયાસથી સ્વચ્છતા અભિયાન સંપન્ન

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે રાજકોટ રેલ મંડલ દ્વારા રાજકોટ તેમજ ભકિતનગર સ્ટેશન પર વિભિન્ન સ્વયં સેવી સંસ્થાઓના સહયોગથી ૧૫ સપ્ટેમ્બરથી સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. આ સ્વચ્છતા પખવાડીયાના આજે અંતિમ દિવસે ૨૦૦થી પણ વધારે સ્વયંસેવકો દ્વારા સફાઈ કરવામાં આવી.

રાજકોટ સ્ટેશનના પ્લેટફોર્મ તથા સ્ટેશન પરીસરમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના ઝોનલ ઈન્ચાર્જ અરજણદાસ કેસવાણ, સેવા દલ સંચાલક મનમોહન સંઘવાણીના માર્ગદર્શનમાં લગભગ ૨૦૦ સ્વયંમ સેવકો દ્વારા તથા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના કેતનભાઈ કાછેલા તેમજ ૭૦ સ્વયંસેવકો દ્વારા ગહન સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું. રાજકોટ મંડલ રેલ પ્રબંધક પી.બી.નિનાવે,મિકેનિકલ એન્જીનીયર અંશુમાલીકુમાર તથા અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પણ આ અભિયાનમાં ભાગ લીધો તો બીજી તરફ ભકિતનગર સ્ટેશનમાં પરીસરમાં એડીઆરએન એસ.એસ.યાદવ તથા વરિષ્ઠ મંડલ વાણિજય પ્રબંધક રવીન્દ્ર શ્રીવાસ્તવના માર્ગદર્શનમાં માહી મિલ્ક ઉત્પાદન કંપની લિમિટેડના ડો.સંજય ગોવાણી તથા તેમના લગભગ ૨૫ સ્વયંસેવકો દ્વારા પણ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. Dsc 0232સ્વચ્છતા જ સેવા પખવાડીયા દરમિયાન રાજકોટ મંડલ દ્વારા જ થયેલા કાર્યોની વિસ્તૃત જાણકારી નિનાવે આપતા કહ્યું કે, મંડલના બધા રેલવે સ્ટેશનો કોલોની હોસ્પિટલ, ટ્રેન, પાર્ક કેન્ટીન વગેરે જગ્યાએ મોટા પ્રમાણમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું. આ દરમિયાન ૧૫૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો. રેલવે ટ્રેકના સમાંતર ૨૭ કિમી સુધી ૧૪૦૦ જેટલા છોડનું વાવેતર કરવામાં આવ્યું. વિવિધ સ્ટેશનો પર ૨૬૦ ડસ્ટબીન મુકવામાં આવી. જામનગર અને સુરેન્દ્રનગર સ્ટેશન પર પ્લાસ્ટિક બોટલ ક્રશીંગ મશીન લગાવવામાં આવ્યું.Dsc 0248

૩૬૩ રેલવે યાત્રીઓ પાસેથી સફાઈ ઝુંબેશ અંગે ફિડબેક પણ મળ્યા. જામનગર સ્ટેશન પર મહિલા યાત્રિઓની સુવિધા માટે સેનેટરી નેપકીન વેડિંગ મશીન પણ રાજકોટ મંડલની પશ્ચિમ રેલવે મહિલા સમિતિ દ્વારા મુકવામાં આવ્યા. રેલવે કર્મચારીઓને સ્વચ્છતાનો સંદેશ આપવા રાજકોટ ડીઆરએમ ઓફિસ પરીસરમાં ગાંધીજીનું ભિતચિત્ર લગાવવામાં આવ્યું છે. બાળકો માટે ચિત્રકલા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું. ૯ સ્વચ્છતા સેમીનાર પણ યોજવામાં આવ્યા. સફાઈ પ્રત્યે જાગૃતિ આવે તે માટે રાજકોટ તેમજ ભકિતનગર સ્ટેશન પરીસરમાં યાત્રીઓને છોડ તેમજ બાળકોને ચોકલેટ આપી પ્રોત્સાહિત કરાયા. રાજકોટમાં પખવાડીયાની શરૂઆતમાં સરદાર પટેલ વિદ્યામંદિર, જામનગરની સરસ્વતી સ્કુલના વિદ્યાર્થી, ઓખામાં ઓખા-બેટ દ્વારકા વ્યાપારી મંડલ સમિતિ, દ્વારકામાં રોટરી કલબ તથા સંકલ્પ એજયુકેશન ફાઉન્ડેશન તથા સુરેન્દ્રનગરમાં ગ્રીન ગોલ્ડ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા પણ સ્ટેશનો પર સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું.

મંડલ રેલ પ્રબંધક નિનાવેએ ૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર સુધી ચાલેલા આ સ્વચ્છતા પખવાડીયામાં પોતાનું બહુમુલ્ય યોગદાન આપવા બદલ સામાજકિ સેવા સંસ્થાઓ, ટ્રેડ યુનિયન અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.