Abtak Media Google News

કોસ્ટગાર્ડના ૨૦૦ જવાનો સાથે વિદ્યાર્થીઓએ સફાઈ કરી

ઓખા ભારતીય તટરક્ષક કોસગાર્ડ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છ સમુદ્ર અને હરીયાળી ભૂમીનો હિન્દી સપ્તાહનો કાર્યક્રમ રાખવામાં આવેલ આ વર્ષે પણ વ્યોમાણીધામના દરિયા કિનારે ઓખા કોસગાર્ડના ૨૦૦ જેટલા જવાનો સાથે પરિવારના બાળકો અને સ્કુલના વિદ્યાર્થી પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. અને ત્રણ કિલોમીટરના દરિયા કિનારાની સફાઈ કરી ૧૦૦ બાચકા જેટલો કચરો એકઠો કરી સ્વચ્છતા અભીયાનનું ઉમદા ઉદાહરણ પૂરૂ પાડયું હતુ.

આ પ્રસંગે ઓખા કોસગાર્ડ કમાન્ડીગ ઓફીસરે સંબોધન કરતા કહ્યું હતુ કે સ્વચ્છ જલ અને હરીયાળી ભૂમી થશે તો જ જીવન ટકી રહેશે જેના માટે સમુદ્ર અને સ્વચ્છ રાખવા કિનારાને સ્વચ્છ રાખવો જરૂરી છે.

7537D2F3 7

આ સાથે દરીયામાં માછીમારી કરતા માછીમારોને ખાસ સૂચના કરતા કહ્યું હતુ કે પ્લાસ્ટીકનો કચરો, બોટલો અને થરમોકોલની નકામી ચીજો દરીયામાં ન ફેંકવી. આ અભીયાનમાં સૌથી વધારે પ્લાસ્ટીકનો કચરો, બોટલો અને થરમોકોલનો વેસ્ટ કચરો કિનારેથી મળ્યો છે. તો આ અંગે સાવચેતી રાખવા જલ એજ જીવનનું સુત્રની મહત્વતા સમજાવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા કોસગાર્ડ ઓફીસર સાથે તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પણ લોકો ને સ્વચ્છતા રાખવા અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.