Abtak Media Google News

રાજકોટે સ્માર્ટસીટી તરફની પહેલ કરતા સુકો અને ભીનો કચરો અલગ કરવાની મહત્વની કામગીરી શરૂ કરી છે. જેના લાભ વિશે જાણ્યા બાદ લોકોમાં ખૂબજ જાગૃતી અને સહકારની ભાવના જોવા મળી છે. શહેરીજનોમાં ઉત્સાહ જોઈને તંત્રને પણ કામગીરી કરવાની મજા આવે છે.

આ તકે રાજકોટ મહાનગરપાલીકા દંડક અજયભાઈ પરમારે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમના વોર્ડ નં.૭માં વન ટુ વન સફાઈ ઝુંબેશ ચાલે છે. ગુજરાતની એક પ્રચલીત કહેવત ‘જયા સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ને ધ્યાનમાં લઈને સફાઈ અંગે લોકોને જાગૃત કરવામાં આવે છે જેમાં શહેરીજનોનો પણ પૂર્ણ સહકાર મળી રહ્યો છે.

આ ઉપરાંત હાલમાં સુકા-ભીના કચરાને અલગ રાખવાની જે ઝુંબેશ હાથ ધરવામાં આવી તેમાં લોક જાગૃતી ખૂબજ મહ્ત્વ ધરાવતા સુકો -ભીનો કચરો અલગ મૂકવાથી શહેરીજનો ઉપરાંત કોર્પોરેશનને પણ ફાયદો થશે. આ ઉપરાંત પુઠા, બોટલ, કાગળ જેવા કચરાથી પણ કોર્પોરેશનને આવક થાય છે.

ત્યારે શાકભાજી, ફળફુટના કચરામાંથી ખાતરનું નિર્માણ કરવામાં આવે છે. કુલ કચરામાંથી ૨૫% કચરાનોજ નીકાલ કરવો પડે છે. બાકીનો ૭૫% કચરો વપરાશમાં આવી જાય છે. આ ઝુંબેશમાં લોકો વધુને વધુ જોડાશે તો ખુબજ ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.