Abtak Media Google News

અહિ આવેલાને ગામ છોડવાનું મન જ થતું નથી : મુખ્યમંત્રીએ પણ આ ગામને મોડેલ વિલેજ ગણાવીને દરેક ગ્રામ પંચાયતોના હોદેદારોને તેની વીઝીટ લેવા અનુરોધ કર્યો

સ્વચ્છ આદર્શ અને સમરસ એવુ બાદલપરા ગામ રાજ્યના અન્ય ગામો માટે પ્રેરણાના ઝરણા સમાન છે. સરસ્વતી ને કપીલા નદીના કિનારા પર આવેલા બાદલપરા ગામ શ-રશ સુવિધાથી, ઈઈઝટ કેમેરાથી સેન્ટ્રલાઇઝ માઇક સિસ્ટમથી સજ્જ ગામ અને ગામની શેરીઓ પાકા રસ્તાથી સજ્જ  તથા 5 હજાર જેટલા વૃક્ષોથી આ ગામ પર્યાવરણ મિત્ર બન્યુ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદર્શ ગામ જોયુ અને આનંદ વ્યક્ત કર્યો અને કહ્યું કે, મહિલાઓ સંચાલીત આ ગામની મુલાકાત એક વખત અવશ્ય લેવી જોઈએ.

Rajani

હવા કે અવાજનું પ્રદુષણ ન થાય તે માટે છેલ્લા 3 વર્ષથી દિવાળીના તહેવાર પર ગામમાં કોઇ ફટાકડા ફોડતુ નથી, તથા લગ્ન જેવા પ્રસંગો પર ફક્ત શરણાઇ અને ઢોલ વગાડવામાં આવે છે. લગ્ન પ્રસંગે ક્યાય ડી.જે વગાડવામાં આવતુ નથી. દર વર્ષે ગામમાં બાળકો દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવે છે. બાદલપરા ગ્રામ પંચાયતમા છેલ્લા દસ વર્ષ થી મહિલા નેતૃત્વ છે. જાહેરમાં પાન માવા, બીડી, ગુટકા  ખાવાનો ગામમાં પ્રતિબંધ છે. ગામમા દર વર્ષે સ્વચ્છતા હરીફાઇ રાખી વિજેતાઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવે છે. બાદલપરા ગામ વર્ષ 2007 થી ખુલ્લામા શૌચ મુક્ત ગામ બન્યુ અને 2007માં રાષ્ટ્રપતિના હસ્તે નિર્મળ ગામનો એવોર્ડ મેળવ્યો, વર્ષ 2011માં મુખ્યમંત્રીનાં હસ્તે સ્વર્ણિમ (ગામ) પુરસ્કાર મેળવ્યો, વર્ષ 2015માં મુખ્યમંત્રીના હસ્તે સ્વચ્છ ગામનો પુરસ્કાર મેળવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.