Abtak Media Google News

૩ થી ૯ જાન્યુઆરી સુધી હેમુગઢવી ઓડીટોરીયમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કલાકારો કલા રજૂ કરશે

નીઓ રાજકોટ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કલા આધારીત રંગા રંગ મહોત્સવ સપ્ત-સંગીતી ૨૦૨૦ના આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.જેમાં જાન્યુઆરી ૨૦૨૦ના પ્રથમ સપ્તાહ દરમ્યાન રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરીયમ ખાતે દેશના ખ્યાતિ પ્રાપ્ત અને અગર પંકિતના કલા સાધકો પોતાની કલા રજૂ કરશે.

આ વર્ષે યોજાનાર સપ્ત સંગીત ૨૦૨૦ના દિગ્ગજ અને આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો સતત સાત દિવસ સુધી પોતાની કલા દ્વારા સૌરાષ્ટ્રની કલા ચાહક જનતાને તરબતર કરવા આવી રહ્યા છે. આ કલાકારોમાં દેશમાં મોખરાનું સ્થાન ધરાવતા પદ્મવિભુષણ પંડિત જસરાજજીએ ૯૦ વર્ષની વયે પણ રાજકોટ આવશે. તે ઉપરાંત વાયોલીન વાદક કલા રામનાથ શાસ્ત્રીય ગાયક, રતનમોહન શર્મા અને અંકિતા જોષી, સિતારવાદક ગુડેચા બ્રધર્સ, શાસ્ત્રીય ગાયક તેજશ્રી આમોનકર અને ઓજસ અઢીયા દિગ્દર્શિત સમર્પણ ફયુઝન બેન્ડ જેવા સૂર, તાલ અને લયને સમર્પિત કલાકારો કલાપ્રિય રાજકોટવાસીઓની સરાહના મેળવવા પધારી રહ્યા છે. આ તમામ દિગ્ગજ કલાકારોની સાથે સંગત કરવા સાથી કલાકારોમાં તબલાવાદક યોગેશ સમસી, રામકુમાર મિશ્રા, ઈશાન ઘોષ, શુભ મહારાજ, હેતલ મહેતા, ઓજસ અઢિયા અને હાર્મોનિયમ વાદક, અભિનવ રવાન્ડે જેવા કલા સાધકો પોતાની કલાનો પરિચય આપશે.

આ ઉપરાંત સપ્ત સંગીતીની દર વર્ષની પરંપરા મુજબ સ્થાનિક ઉભરતી યુવા પ્રતિભાઓને પણ કલા મંચનો ભાગ લેશે જેમાં આ વર્ષે પાંચથી છ આપણા શહેર અને વિસ્તરના ઉગતા કલાકારોને પોતાની કલા રજૂ કરવાનો અવસર મળવાનો છે. આ સંગીત સમારોહ શ્રોતાઓ માટે નિ:શુલ્ક રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફાઉન્ડેશનના ડિરેકટર પરાક્રમસિંહ જાડેજા, મુકેશભાઈ શેઠ, અરવિંદભાઈ પટેલ, દીપકભાઈ રીડાણી, વિક્રમભાઈ સંઘાણી, હિરેનભાઈ સોઢા અને અતુલભાઈ કાલરીયા જહેમત ઉઠાવી રંયા છે. આ વર્ષે પણ આયોજકો રાજકોટવાસીઓને અવિસ્મરણીય કાર્યક્રમોની વણઝાર આપવા કટીબધ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.