Abtak Media Google News

ગોંડલમાં રમઝાન ઈદની પૂર્વ રાત્રિએ…

કતલખાને લઈ જવાતા પશુ સાથેના વાહનને અટકાવતા તંગદિલી: શહેરમાં ચુસ્ત બંદોબસ્ત

મુસ્લિમોનો પવિત્ર માસ રમઝાનના છેલ્લા દિવસ હતો અને ગઈકાલે ઈદના ચાંદ દેખાયા બાદ ઈદની તૈયારીઓ ચાલી રહી હતી. સામાન્ય રીતે રમઝાન ઈદ નિમિતે મુસ્લિમ બિરાદરો ખીર ખુરમો બનાવી મીઠું મોઢુ કરી ઈદની ઉજવણી કરતા હોય છે. ત્યારે કેટલાક મુસ્લિમ શખ્સો માસ મટનની મિજબાની મનાવતા હોય છે. આવી મહેફીલને પહોચી વળવા અબોલ પશુઓની કતલ કરવા લઈ જવાતા હોવાનું ગોંડલના જીવદયાઓનાં પ્રેમીઓને ધ્યાને આવતા ભગવતપરા વિસ્તારમાં બંને જુથ વચ્ચે બઘડાટી બોલી હતી. રમઝાન ઈદ ટાણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આમ છતા આ વિસ્તારમાં તંગદીલીના કારણે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જણાય રહી છે. ગોંડલ સીટી પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી છે.

ગોંડલના ભગવતપરા નજીક બરકાની પરામાંથી સોયબ અલાણ મતવા, ગુલામે મુસ્તુફા ઉર્ફે શાહરૂ‚ખ અનવર આરબ,  નાશીર ડાડા ખીયાણી,  સિકંદર ઉર્ફે સિલ્લો શબ્બીર પંજા અને શાહરૂખ સલીમ મુળીમાં નામના શખ્સોની ભગવતપરા ગેઈટ પાસેથી ધરપકડ કરી છે.

ખાનગી વાહન માં મૂંગા પશુ અને ગૌવંશ ને કતલ ખાને લઈ જવામાં આવી રહ્યા હોવાની બાતમી ના આધારે ગૌસેવકો દ્વારા વાહન ને અટકાવવા નો પ્રયત્ન કરતા સૌ પ્રથમ ભગવતપરા ખાતે માથાકૂટ થવા પામી હતી બાદમાં પાંજરાપોળ થી લઈ જેલચોક સુધી બે જૂથના ટોળા ધોકા પાઇપ હયિારો શાથે સામસામે આવી જવા સાથે પથ્ર મારો તથા એસપી બલરામ મીણા સહિત જિલ્લા ભરનો પોલીસ કાફલો સ્ળ પર પહોચ્યો હતો અને પરિસ્થિતિને કાબુમાં લઈ ટોળા ઓને વિખેરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. અલબત્ત આ બાબતે શહેરમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ હોય પોલીસની વિવિધ ટીમો પેટ્રોલિંગ કરી રહી છે.

ઘટના અંગે સીટી પીએસઆઇ બી એલ ઝાલા એ ફરિયાદી બન્ને અજાણ્યા ટોળા વિરુદ્ધ રાયોટિંગ સહિત ૧૪૭, ૧૪૬, ૩૩૭, ૪૨૭, ૨૭૯, ૧૮૮ ૠઙ એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.