Abtak Media Google News

જીએસટી વિભાગે ઈલેકટ્રીકલ કેપેસીટર તથા વોસરને સીઝ કર્યાં

લોકો વધુને વધુ કમાવવા માટે અનેકવિધ નવા ઉપાયોનો સાથ લેતા હોય છે ત્યારે જીએસટી એકમાત્ર એવો વિભાગ છે કે જયાં સરકારને સીધી આવક થાય છે પરંતુ જીએસટીમાં પણ લોકો રીફંડરૂ પે કરોડોની કમાણી કરે છે. જીએસટી અમલી બનતાની સાથે જ ઓવર વેલ્યુએશન કોઈપણ ચીજવસ્તુઓમાં કરી ખુબ જ મોટા પ્રમાણમાં નફો રળવા માટે મદદરૂપ સાબિત થતુ હોય છે. કોઈપણ ચીજવસ્તુઓમાં ઓવર વેલ્યુએશન કર્યા બાદ ઉધોગપતિઓ તેની નિકાસ કરી સરકાર પાસેથી એકસપોર્ટ ઈન્સેન્ટીવ પણ લે છે જેનું એકમાત્ર કારણ એ છે કે, હાલનાં સમયમાં ઉધોગકારોને માલ વહેંચીને કમાણી થઈ શકતી નથી પરંતુ ત્યારે હવે વધુને વધુ રીફંડ કેવી રીતે મેળવી શકાય તે દિશામાં હાલ ઉધોગકારો વિચાર કરતા થયા છે.

જીએસટી કસ્ટમસ દ્વારા ૩.૫ કરોડ રૂ પિયાનું આઈ.જી.એસ.ટી. સ્કેમ ઝડપ્યું છે જેમાં ઉધોગકારે માલની મુળ કિંમતથી ૪૦ ગણુ વધુ વેલ્યુએશન રીફંડ પણ કલેઈમ કર્યું હતું. ઈલેકટ્રીકલ કેપેસીટર તથા વોસરને કુલ કિંમત ૮.૫ લાખ રૂ પિયાની રહેવા પામી હતી જેની સામે ૨.૧૨ કરોડ રૂ પિયાનું આઈ.જી.એસ.ટી. રીફંડ ઉધોગકાર દ્વારા કલેઈમ કરવામાં આવ્યું હતું. આ અંગે તપાસ કરનાર અધિકારીએ અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્ષ અને આઈસીડી ખોડિયાર ખાતે ૩ કેસોને ડિટેઈન કર્યા છે. બીજી તરફ કસ્ટમ્સનાં અધિકારી દ્વારા જે ચીજવસ્તુઓ પર કલેઈમ કરવામાં આવ્યો છે તેની મુળ કિંમત શું છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. એર કાર્ગો કોમ્પ્લેક્ષમાં જે બે કેસ કસ્ટમ્સ અધિકારી દ્વારા દર્જ કરવામાં આવ્યા છે તેમાં ૫.૫૭ કરોડ રૂ પિયાની વેલ્યુવાળા ઈલેકટ્રીકલ કેપેસીટર તથા વોસરને સીઝ કરવામાં આવ્યું છે. આ ચીજવસ્તુઓ પરથી ઉધોગકારે આઈજીએસટી રીફંડમાં ૨.૧૨ કરોડ રૂ પિયા કલેઈમ કર્યા છે. આ પ્રકારની કામગીરી અને ગતિવિધિ આવનારા સમયમાં ન જોવા મળે તે માટે વિવિધ પ્રકારનાં પગલાઓ લેવામાં આવી રહ્યા છે. હાલ જીએસટી કસ્ટમ્સ દ્વારા તમામ મુદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

હાલ દેશની જે અર્થવ્યવસ્થા જોવા મળી રહી છે ત્યારે સરકારે જીએસટીરૂ પે જે નવીનતમ વિચાર લાવી તેની અમલવારી કરી છે તેનાથી પ્રતિ માસ દેશને અનેક લાખ કરોડ રૂ પિયાનો ફાયદો થઈ રહ્યો છે. જીએસટીને વધુ સરળ બનાવવા માટે સરકાર દ્વારા ઘણી ખરી નવીનતમ યોજનાઓને પણ અમલી બનાવવામાં આવી છે પરંતુ કસ્ટમ્સ વિભાગની જો વાત કરવામાં આવે તો લોકો વધુને વધુ એકસપોર્ટ ઈન્સેન્ટીવ કેવી રીતે લઈ શકાય તે દિશામાં તેઓ વિચાર કરી રહ્યા છે અને કાર્ય પણ કરે છે. હાલ સરકાર દ્વારા આયાતને નહિવત કરવા એટલે ખુબ ઓછા પ્રમાણમાં આયાત કરવાનું જણાવ્યું છે તો બીજી તરફ મેક ઈન ઈન્ડિયા પ્રોજેકટને વધુને વધુ મજબુતી આપવા માટે સરકાર નિકાસને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ તકે જે લોકો વિકાસ તરફ આગળ વધશે તો તેઓ એકસપોર્ટ ઈન્સેન્ટીવ લેવામાં પણ હકકદાર છે પરંતુ હાલ જે સ્કેમ જોવા મળી રહ્યો છે તેના પર કાબુ અને નિયંત્રણ રાખવું એટલું જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.