કોરોના વચ્ચે કાલે યુપીએસસીની સિવિલ સર્વિસ એક્ઝામ; ૧૦ લાખ વિધાર્થીઓ આપશે પરીક્ષા

દેશભરમાં ૨,૫૬૯ કેન્દ્રો પર યોજાશે પરીક્ષા; સામાજિક અંતર અને ફેસ માસ્ક પહેરવું ફરજીયાત

એક તરફ કોરોના મહામારીનો ભય વ્યાપ્યો છે. તો બીજી તરફ આ કોરોના કાળ વચ્ચે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે કેન્દ્રીય લોક સેવા આયોગ (યુપીએસસી)ની પ્રારંભિક પરીક્ષાઓ આવતીકાલથી શરૂ થવાની છે. સુપ્રીમ કોર્ટમાં યુપીએસસી દ્વારા દાખલ કરાયેલા એફિડેવિટ અનુસાર, 10 લાખથી વધુ યુવાનોએ યુપીએસસી સિવિલ સર્વિસિસ પરીક્ષા 2020 માટે અરજી કરી છે. સોમવાર સુધીમાં, નોંધાયેલા અરજદારોમાંના સાડા છ લાખ (લગભગ 65 ટકા) થી વધુ લોકોએ તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે. આયોગ દ્વારા પરીક્ષાની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. આ પરીક્ષા દેશભરના વિવિધ શહેરોમાં 2,569 કેન્દ્રો પર યોજાવાની છે.

ઉલ્લેખનીય છે કે, સિવિલ સર્વિસીસ પ્રારંભિક પરીક્ષા -2020 અગાઉ 31 મેના રોજ યોજાનાર હતી, પરંતુ કોવિડ-૧૯ રોગચાળાને લીધે, કમિશને તેને ૪ ઓક્ટોબર સુધી મુલતવી રાખી હતી. જો કે આવતીકાલથી શરૂ થનારી આ પરીક્ષાને બીજી વાર પણ રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. જેની સામે ના કહી સુપ્રીમે આ અરજી ફગાવી દીધી હતી.

કોરોનાના આ આકરા સમયગાળાની મધ્યમાં લેવામાં આવતી પરીક્ષા દરમિયાન, ઉમેદવારોએ કોવિડ -19 ચેપને રોકવા માટે ઘણી માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે.

યુપીએસસી પ્રિલીમ્સ પરિક્ષાની માર્ગદર્શિકા વિશે

– યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) એ કહ્યું છે કે સિવિલ સર્વિસિસ (પ્રારંભિક) પરીક્ષા આપનારા ઉમેદવારો માટે માસ્ક અથવા ફેસ કવર પહેરવાનું ફરજિયાત છે.
-પરીક્ષાર્થીઓ પોતાની સાથે સેનિટાઇઝર પણ લાવી શકશે. કોઈપણ ઉમેદવારને માસ્ક વિના પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
-ઉમેદવારોએ પરીક્ષામંડળો સાથે કેમ્પસમાં સામાજિક અંતર રાખી
કોવિડ -19 ના નિયમોનું પાલન કરવું પડશે.
-દરેક કેન્દ્રમાં એક તૃતીયાંશ ઉમેદવારો બેસશે.
-પરીક્ષા સવારે 9:30 થી 11:30 અને બપોરે 2:30 થી સાંજના 4:30 વાગ્યે બે શિફ્ટમાં લેવામાં આવશે.
-પરીક્ષા શરુ થયાના 10 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે.(સવારે 9.00 વાગ્યે અને બપોરની પાળીમાં (2: 20)
– પ્રવેશ કાર્ડ વિના પ્રવેશ આપવામાં આવશે નહીં.
– પરીક્ષાના દરેક સત્રમાં હાજર રહેવા માટે, ઉમેદવારોએ તેમનો ફોટો અને આઈડી કાર્ડ સાથે લાવવાનું રહેશે.
-ઉમેદવારોને પરીક્ષા હોલમાં મોબાઈલ ફોન અથવા અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
-ઓએમઆર શીટ અને એટેન્ડન્ટ શીટ ભરવા માટે ઉમેદવારોએ બ્લેક પેન સાથે રાખવી આવશ્યક છે.
-ઉમેદવારો કે જેમણે પરિક્ષા માટે સ્ક્રાઇબનો વિકલ્પ પસંદ કર્યો છે, તેઓને સબ્સ્ક્રાઇબનું એક અલગ પ્રવેશ કાર્ડ આપવામાં આવશે.
-કેબિનેટ સચિવ અને યુપીએસસી સચીવે તમામ મુખ્ય સચિવોને 3 અને 4 ઓક્ટોબરના રોજ ઉમેદવારોને યોગ્ય પરિવહન સુવિધાઓ પૂરી પાડવા સૂચના આપી છે જેથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તેમને કોઈ મુશ્કેલી ન પડે.

દિલ્હીમાં દિલ્હી મેટ્રોએ 4 ઓક્ટોબરે પરીક્ષાને કારણે સવારે 8 વાગ્યાની જગ્યાએ સવારે 6 વાગ્યે તેની સેવાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે સવારે 6 વાગ્યાથી મેટ્રો દોડવાનું શરૂ થઈ જશે.

Loading...