Abtak Media Google News

દર વર્ષે ૨૧મી એપ્રિલને સિવિલ સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે.દેશના સિવિલ સર્વન્ટસનું કામ સામાન્ય લોકો માટે કેટલું મહત્વનું છે તેની યાદ અપાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. સિવિલ સર્વિસ ડે નિમિતે અઘિકારીઓને તેની ક્ષમતા વઘારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. સૌપ્રથમ ૧લી એપ્રિલ ૧૯૮૦માં સિવિલ સર્વિસ ડે ઉજવવામાં આવ્યો હતો. છેલ્લા ૧૦ વર્ષથી ૨૧ એપ્રિલના સિવિલ સર્વિસ ડે મનાવવામાં આવે છે. જેના ભાગરૂપે આજે દેવભૂમિ દ્વારકામાં કલેકટરશ્રી જે.આર. ડોડીયાના અધ્‍યક્ષ સ્‍થાને કલેકટર કચેરી સભાખંડમાં સિવિલ સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

Sivil Service Day Khambhaliya Dt 2કલેકટરશ્રી ડોડીયાએ જણાવ્‍યું કે સિવિલ સર્વન્‍ટે યાદ રાખવું જોઈએ કે તેઓ માત્ર તેમની નોકરી કરી રહ્યા છે એવું નથી આ એક સેવા છે, સામાન્ય માણસની સેવા લોકો પોતાના પ્રશ્નોનાં નિરાકરણ માટે સિવિલ સર્વન્ટ્સ પાસે આશા રાખતા હોય છે ઘણા કાર્યો એવા હોય છે, જેના પરિણામોને આપણે માપી શકીએ. સિવિલ સર્વન્ટ પણ તેમના કાર્યોના ‘આઉટપુટ’ અને ‘આઉટકમ’ માટે જવાબદાર હોવા જોઈએ. રાજકિય ઈચ્છાશક્તિ, દિશા અને દરમ્યાનગીરીનું વાતાવરણ હોય તો આ જ સિવિલ સર્વિસ જાહેર સેવાનાં મામલે શ્રેષ્ઠ પ્રદર્શન કરી પરિણામલક્ષી સેવાઓ પુરી પાડી શકે છે. આપણે નોકરી માટે અરજી કરીએ ત્‍યારે જેવી લાગણી નોકરી પ્રત્‍યે હોય તેવી જ લાગણી નિવૃતિ સુધી રાખવા કલેકટરશ્રીએ દરેકને અપીલ કરી હતી તથા પ્રજાની સેવા કરવાની સુંદર તક મળી છે તો તેનો સદઉપયોગ કરવા જણાવ્‍યું હતું.

આ તકે જિલ્‍લા વિકાસ અધિકરીશ્રી રાવલે બંધારણના ત્રણ સ્‍તંભ ન્‍યાયતંત્ર, વહિવટીતંત્ર અને કારોબારી વિશે સમજ આપી જણાવ્‍યું કે વહિવટમાં કામ કરવાનો આપણે જે પાવર મળ્યો છે તેનો ઉપયોગ કરી હકારાત્‍મક પરિણામો લાવી શકીએ. અરજદારની અરજ, ગરજ અને આપણી ફરજમાં કયાંય કાગળો અટવાઇ ન જાય તેનું ધ્‍યાન રાખીએ

આ કાર્યક્રમમાં જિલ્‍લા પોલીસ વડા શ્રી રોહન આનંદ, નિવાસી અધિક કલેકટરશ્રી વ્‍યાસ, નાયબ કલેકટરશ્રી માંડોત, નાયબ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી વિઠલાણી, મામલતદારશ્રી વૈષ્‍ણવ તેમજ જિલ્‍લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.