Abtak Media Google News

જુદી-જુદી ૨૦ ટીમો બનાવી શહેરના તમામ સ્ટેમ્પ વેન્ડરોની કુંડળી હાવગી કરાઈ: રૂ.૨૦ અને ૧૦૦ના સ્ટેમ્પ પેપરોની અછત સહિતની અનેક ફરિયાદ બાદ પ્રાંત અધિકારી પટેલનો સપાટો

રાજકોટ શહેરમાં લોકોને રીતસર લૂંટતા સ્ટેમ્પ વેન્ડરો મુદ્દે અનેકાનેક ફરિયાદ બાદ અંતે સિટી પ્રાંત અધિકારી પટેલે આજ સવારી શહેરના તમામ સ્ટેમ્પ વેન્ડરો પર ધોંસ બોલાવવાનું શ‚ કર્યું છે અને રૂ.૨૦ તા ૧૦૦ સ્ટેમ્પ પર કૃત્રિમ અછત સર્જી લોકોને હેરાનગતિ કરવા મામલે તમામ સ્ટેમ્પ વેન્ડરોની કુંડળી કાઢી હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં જુદી જુદી કચેરીઓ તેમજ કોર્ટ સંકુલ નજીકમાં બેસતા સ્ટેમ્પ વેન્ડરો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રૂ.૨૦ અને ૧૦૦ના સ્ટેમ્પ પેપર વેંચવા મુદ્દે મનમાની ચલાવી લોકોને હેરાન કરાતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. આ ઉપરાંત કેટલાક સ્ટેમ્પ વેન્ડરો પોતાના ધંધાના નિયત સ્ળે બેસતા ન હોવાનું તેમજ હિસાબી રજિસ્ટર પણ ન નિભાવતા હોવાનું ધ્યાને આવતા આજરોજ સિટી પ્રાંત-૧ અધિકારી પટેલે ૨૦ મામલતદારોની ટીમને તમામ કચેરીમાં બેસતા સ્ટેમ્પ વેન્ડરોને તપાસમાં દોડાવ્યા હતા અને સાંજ સુધીમાં સ્ટેમ્પ વેન્ડરોની કુંડળી કાઢી તપાસ રિપોર્ટ મંગાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં જુની કલેકટર કચેરી, બહુમાળી ભવન વગેરે જગ્યાએ તો સ્ટેમ્પ વેન્ડરો નિયમીતપણે બેસે છે. પરંતુ આ સીવાયના અનેક સ્ળો એવા છે કે જે લોકોને ખબર પણ ની કે અહીં સ્ટેમ્પનું વેંચાણ ાય છે. આ મામલે સિટી પ્રાંત અધિકારી પટેલે ૨૦ મામલતદારોની ટીમને પાકા સરનામા આપી સ્ટેમ્પ વેન્ડરો હિસાબી રજિસ્ટર નિભાવે છે કેમ,રૂ.૧૦૦ કે ૫૦ના સ્ટેમ્પ વેંચે છે કે કેમ ? તેમજ આ સ્ટેમ્પ વેન્ડર પોતાના નિયત સ્ળે બેસીને જ ધંધો કરે છે કે તે બાબતની ઝીણામાં ઝીણી માહિતી એકત્રીત કરવામાં આવી રહી છે.

વધુમાં આજની તપાસમાં ઢેબર રોડ નવી શાકમાર્કેટ નજીક નટવર પોપટલાલ લોઢીયા, હાીખાનામાં અમૃતલાલ ચાવડા, સિવિલ કોર્ટમાં મહેશ જોશી, ૪/૧૭ હાીખાનામાં મહેશકુમાર વ્યાસ, મહાનગરપાલિકામાં રામજીભાઈ કાકડીયા, વાણીયાવાડી-૭માં સતીષ અમૃતલાલ માટલીયા, સિવિલ કોર્ટ કમ્પાઉન્હમાં જયંતીલાલ પી.જોશી, મુકુંદલાલ હરીલાલ અનડકટ, લોધાવાડ ચોકમાં કિરણ ધિરજલાલ શુકલ, તાલુકા પંચાયત રાજકોટ ઓફિસમાં જીતેન્દ્ર બી.વેગડા, ૧૨-પ્રહલાદ પ્લોટમાં કમલેશ જી.વેગડા, જંકશન પ્લોટ-૯માં કમલેશ ઉમાશંકર જોશી, જૂની કલેકટર કચેરીમાં કેતન ચંદારાણા, ૯-પંચના પ્લોટમાં રાજેન્દ્ર અજમેરા, મોચી બજાર કોર્ટ સામે વિનાયકચંદ્ર સી.શાહ, બહુમાળી ભવનમાં રાજેશ પ્રવિણચંદ્ર રાવલ, ૩-ન્યુ વિશ્ર્વનગર મવડી પ્લોટમાં પરેશ એ.પાદરીયા, પંચના કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં શિલાબેન જોરાવરસિંહ પરમાર, કેનાલ રોડ પર વિમલ કૌશીકભાઈ પાઠક, સિવિલ કોર્ટ કમ્પાઉન્ડમાં સચિન નગીનદાસ અનડકટ સહિતના સ્ટેમ્પ વેન્ડરો પોતાના નિયત સ્ળે બેસે છે કે કેમ તે સહિતની બાબતે આજે ૨૦ નાયબ મામલતદારોની ટીમ વ્યક્તિગત રીતે તમામ સ્ળોએ તપાસ માટે દોડી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, જુની કલેકટર કચેરી, સિવિલ કોર્ટ સિવાય મોટાભાગના સ્ટેમ્પ વેન્ડરો પોતાના નિયત સ્ળે બેસી ધંધો કરતા ન હોવા ઉપરાંત જાણી જોઈએ રૂ.૨૦ અને ૧૦૦ના સ્ટેમ્પ પેપર ખરીદ ન કરી લોકોને હેરાનગતિ થાય તે રીતે વર્તતા હોવાનું પણ બહાર આવ્યું છે. આ મામલે આજે સાંજે સિટી પ્રાંત અધિકારીને રિપોર્ટ બાદ કડાકા-ભડાકા વાના અણસારો મળી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.