શહેર ભાજપ દ્વારા સદસ્યતા વૃદ્ધિ અભિયાન

117

વોર્ડ નં.૮માં ૧૫ ઓગસ્ટના સમગ્ર રાજયમાં બીજેપી દ્વારા બુથ નં.૧૮૧માં સદસ્યતા વૃદ્ધિ અભિયાન હાથ ધરવામાં આવ્યું. જેમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, કમલેશ મિરાણી, સાંસદ અરવિંદભાઈ રૈયાણી, મેયર બીનાબેન આચાર્યની ઉપસ્થિતિમાં સદસ્યતા વૃદ્ધિ અભિયાનનું લોન્ચીંગ કરવામાં આવ્યું.આ તકે જયેશભાઈ રાદડિયાએ સૌને ૧૫ ઓગસ્ટની શુભકામના પાઠવી હતી. અંતે જણાવ્યું હતું કે દેશની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કે જે ૧૧ કરોડથી વધુ સભ્ય ધરાવે છે અને એવા મતદારો કે જેમાં ચુંટણીકાર્ડ હાલમાં જ બન્યા છે

તેઓને પાર્ટીમાં જોડીને પાર્ટી તથા દેશ મજબુત બને અને નરેન્દ્ર મોદી સરકારે જે ૪ વર્ષમાં પરીણામ આપ્યા છે તે જોઈને નવ યુવાનો જે સભ્ય બનશે તેના માટે ગર્વની વાત છે કે તેવો ભારતના સૌથી મજબુત અને મોટી પાર્ટી સાથે જોડાય છે. મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી આશા સાથે આજથી પ્રારંભ કરાવ્યો છે.

Loading...