શહેર ભાજપ દ્વારા વોર્ડ નં.૭માં રૂ.૧૪ લાખના ખર્ચે પીવાના પાણીની ડી.આઈ. પાઈપલાઈનના કામનો પ્રારંભ

દેવાંગ માંકડ, કશ્યપ શુકલ, મીનાબેન પારેખ, અજય પરમાર, હીરલબેન મહેતા, અનિલભાઈ પારેખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત

શહેરનાં વોર્ડ નં.૭માં આવેલ વીરમાયા પ્લોટ ખાતે રાજયના મુખ્યમંત્રી અને વિધાનસભા ૬૯ના ધારાસભ્ય વિજયભાઈ રૂપાણીની ગ્રાંટમાંથી રૂા.૧૪ લાખના ખર્ચે પીવાના પાણીની ડી.આઈ. પાઈપલાઈનના કામનો પ્રારંભ પૂર્વ જનસંઘી અને પૂર્વ કોર્પોરેટર સ્વ. ભગવાનજીભાઈ ચાવડાના ધર્મપત્ની શાંતાબેન ભગવાનજીભાઈ ચાવડાના હસ્તે અને સ્થાનીક અગ્રણી પ્રવીણભાઈ ચાવડા, ઈમ્તીયાઝભાઈ ખોખર, રાહુલભાઈ દવેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો આ તકે શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કશ્યપ શુકલ, મીનાબેન પારેખ, અજય પરમાર, હીરલબેન મહેતા, સહિતના સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Loading...