Abtak Media Google News

રાજ્યસભામાં મોદી સરકાર પાસે પાતળી બહુમતિ હોય અને અનેક સાથીપક્ષોમાં ખરડાને ટેકો આપવા મુદ્દે આંતરિક વિરોધ હોય આ ખરડો પસાર કરાવવો લોકસભા જેવો સરળ નહીં રહે

લોકસભામાં ભારે બહુમતિથી પસાર થઈ ગયેલો નાગરિકતા સુધારા ખરડો આજે રાજયસભામાં રજૂ થનારો છે. સંસદથી સડક સુધી ભારે વિવાદ અને વિરોધમાં ઘેરાયેલો આ ખરડા પર ચર્ચા માટે રાજયસભામાં છ કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. જો કે લોકસભાની જેમ રાજયસભામાં ગણિત સરકારની તરફેણમાં ન હોવાથી આ ખરડો પસાર કરાવવાનું સરકાર માટે કપરા ચઢાણ સમાન બની રહેવાનું છે. જેથી આજે રાજયસભામાં મોદી સરકાર લિટમસ ટેસ્ટમાંથી પસાર થઈને વૈતરણી પાર કરવાની રહેશે.

રાજયસભામાં સરકાર પાતળી બહુમતી ધરાવે છે, પરંતુ તેમ છતા આ ખરડા પર મતદાન દરમિયાન વિપક્ષોનાં વોકઆઉટ સભ્યોની ગેરહાજરી પર મદાર રાખીને ખરડો પસાર થવાનો સરકારને ભારે વિશ્ર્વાસ છે. કારણ કે ભૂતકાળમાં ટ્રિપલ તલાક ખરડો પણ આવી જ રીતે પસાર થયો હતો. જોકે મહત્વપૂર્ણ રહેશે કે કયા પક્ષો વોકઆઉટ કરે છે, ખરડાને સમર્થન આપે છે અથવા મતદાન દરમિયાન ગેરહાજર રહે છે. સોમવારે લોકસભામાં આશરે આઠેક કલાકની ચર્ચા બાદ રાત્રે ૧૨ વાગ્યે આ ખરડો પસાર કરાવવામાં આવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષી નેતાઓ તરફથી ઉઠાવવામાં આવેલા તમામ સવાલોનો જવા બઆપ્યા બાદ સ્પીકર ઓમ બિરલાએ ખરડા ઉપર મતદાન કરાવ્યુ હતુ અને ૩૧૧ વિરૂધ્ધ ૮૦ મતથી આ ખરડો પસાર થઈ ગયો હતો.

7537D2F3 9

રાજયસભામાં કુલ ૨૪૫ સદસ્ય છે.જેમાંથી પાંચ બેઠકો ખાલી છે. આમ સદનનુું કુલ સંખ્યાબળ ૨૪૦ થાય છે. અને જો આ ખરડા ઉપર મતદાન કરવામાં આવેતો મોદી સરકારને કમસેકમ ૧૨૧ મતની જરૂરત રહેશે.

રાજયસભામાં જે પક્ષોએ ખરડાને સમર્થન આપ્યું છે તે હિસાબે ગણતરી કરવામાં આવે તો સરકાર પાસે અહી ૧૧૯ મતછે. જેમાં ભાજપમાં ૮૩, બીજેડીનાં ૭, અન્નદ્રમુકના ૧૧, અકાલદળના ૩, જેડીયુનાં ૬, વાયએસઆર કોંગ્રેસના ૨, એલજેપીનાં ૧, આરપીઆઈના ૧ અને ચાર નિયુકત સદસ્ય છે. શિવસેના અને જેડીયુ દ્વારા હવે જે પ્રકારે વલણ બદલવામાં આવી રહ્યું છે.એ જોતા મોદી સરકારને તેના મતોનો ખાડો પણ પડી શકે છે.

સામે પક્ષે વિપક્ષ પાસે રાજ્યસભાનું સંખ્યાબળ ૧૦૦ સભ્યોનું છે. જેમાં કોંગ્રેસનાં ૪૬, તૃણમૂલ કોંગ્રેસનાં ૧૩, સપાનાં ૯, ડાબેરીદળોનાં ૬ અને દ્રમુકનાં પ ઉપરાંત એનસીપી અને બસપાનાં ૪-૪ સદસ્ય છે. આ ઉપરાંત ટીડીપીનાં ૨, મુસ્લિમ લીગનાં ૧, પીડીપીનાં ૨, જેડીએસનાં ૧, કેરળ કોંગ્રેસનાં ૧ અને ટીઆરએસનાં ૬ સભ્યો છે.

આ પક્ષોનાં અભિગમ ઉપર ખરડાનું ભાવિ નક્કી થશે તેમાં શિવસેનાનાં ૩, આસામ ગણ પરિષદનાં ૧, બોડોલેન્ડ પીપલ ફ્રન્ટનાં ૧, એમડીએમકેનાં ૧, નાગા પીપલ્સનાં ૧, પીએમકેના અને સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટનાં ૧-૧ સદસ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૬ અપક્ષ અને અન્ય સાંસદનાં મતો નિર્ણાયક સાબિત થવાનાં છે. આ મત જે બાજુ ઢળશે તે નક્કી કરશે કે ખરડો કાયદો બની શકશે કે નહીં.

વિપક્ષી પાર્ટીઓએ સૂચિત બિલના અનેક પાસાંઓ પર મોદી સરકારને ઘેરી લેવાની વિસ્તૃત યોજનાઓ કરી છે. એક તરફ જેડીયુએ કેટલાક ખચકાટ બાદ આ બિલ પર સરકારને ટેકો આપવાની ઘોષણા કરી છે, પરંતુ લાગે છે કે શિવસેના કાં તો ગૃહમાંથી વોકઆઉટ કરશે અથવા તેની વિરુદ્ધ મતદાન કરશે. જેડીયુના નેતા વશિષ્ઠ નારાયણ સિંહે કહ્યું છે કે તેમનો પક્ષ લોકસભાની સાથે તેના વલણ ઉપર ઉભો છે. શિવસેનાનું કહેવું છે કે બિલ અંગેના તેમના સૂચનો સ્વીકાર્યા નથી, તેથી તે બિલનો વિરોધ કરશે. જેડીયુના રાજ્યસભામાં છ અને શિવસેનામાં ત્રણ સભ્યો છે. શિવસેનાએ કહ્યું છે કે શ્રીલંકાના તમિળના મુદ્દાને પણ બિલમાં શામેલ કરવો જોઈએ. તેમના દ્વારા આપવામાં આવેલા અન્ય સૂચનો મુજબ, આ કાયદા હેઠળ નાગરિકત્વ મેળવનારાઓને આગામી ૨૫ વર્ષ સુધી મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો નથી.

આમ, રાજયસભામાં આજે નાગરિકત્વ સુધારા બિલ મુદે શાસક ભાજપ અને એનડીએ પક્ષો, વિપક્ષી કોંગ્રેસ અને યુપીએ પક્ષો તથા આ બંને ગઠ્ઠબંધન સાથે ન જોડાયેલા પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા વિચારણા થવાની સંભાવના છે. ગૃહમંત્રી અમિત શાહે આ ખરડાને લોકસભાની જેમ રાજયસભામાં પણ આસાનીથી પસાર કરવા કમર કસી છે. જોકે લોકસભા કરતા રાજયસભમાં વધારે શકિતશાળી રહેલા વિપક્ષો આ ખરડાને અટકાવવા તૈયારી કરી લીધી છે. ત્યારે આ ખરડા પર શિવસેના, જેડીયુ અને બંને ગઠ્ઠબંધન ન જોડાયેલા પક્ષોના વલણ પરથી નકકી થશે કે આ બિલ બહુમતીથી વૈતરણી પાર કરશે કે નહી.

7537D2F3 9

રાજ્યસભામાં નાગરિકતા સુધારા ખરડાની સાથે અને સામે રહેલા પક્ષોનું સંખ્યાબળ

રાજયસભામાં ૨૪૫ સભ્યોનું સંખ્યાબળ છે. જેમાંથી પાંચ જગ્યાઓ ખાલી હોય હાલનું સંખ્યાબળ ૨૪૦ સભ્યોનું છે. તેમાં મોદી સરકારને આ ખરડો પસાર કરવા ૧૨૧ સભ્યોની જ‚રીયાત છે. આ ખરડાને જે પક્ષોએ ટેકો આપવાનું વલણ અપનાવ્યું છે તેને જોતા ભાજપના ૮૩, બીજેડીના ૭, એઆઈડીએમકેના ૧૧, અકાલીદળના ૩, જનતાદળ (યુ)ના ૬, વાયએસઆર કોંગ્રસેના ૨, લોકજનશકિત પાર્ટીના ૧, આરપીઆઈના ૧ અને ચાર સરકાર નિયુકત સભ્યો છે. જેની ખરડાની તરફેણમાં હાલ મોદી સરકાર પાસે ૧૧૯ સભ્યો છે. આ ખરડાનો વિરોધ કરનારાઓમાં કોંગ્રેસનાં ૪૬, તૃણમુલ કોંગ્રેસના ૧૩, સમાજવાદી પાર્ટીના ૯, ડાબેરીદળોના ૬, ડીએમકેના ૬, એનસીપી અને બહુજન સમાજ પાર્ટીના ૪-૪ સભ્યો છે. ઉપરાંત તેલુગુદેશમ્ના ૨, મુસ્લિમ લીગના ૧, પીડીપીના ૨, જેડીએસનાં ૧, કેરળ કોંગ્રેસના ૧, અને ટીઆરએસના ૬ એમ કુલ ૧૦૦ મતોનું સંખ્યાબળ છે. ઉપરાંત આ જે પક્ષોનો અભિગમ આ ખરડાનું ભાવિ નકકી કરના‚ છે તેમાં શિવસેનાના ૩, આસામ ગણ પરિષદના ૧, બોડોલેન્ડ પીપલ ફ્રન્ટના ૧, નાગાપીપલ્સના ૧, સિકકીમ ડેમોક્રેટીક ફ્રન્ટના ૧, ર્અમીએમકે તથા પીએમકેના ૧-૧ સભ્યોનો સમાવેશ થાય છે. આમ આજે થનારા મતદાનમાં શિવસેના અને જેડીયુના વલણ પર મહત્તમ આધાર રહેનારો છે. આ બંને પાર્ટીઓમાં આ બિલના ટેકા મુદે આંતરીક વિરોધ ઉઠવા પામ્યો હોય છેલ્લી ઘડીએ બંને પક્ષો ગમે તે તરફ ગુલાટ મારી કે વોકઆઉટ કરી શકે છે.

સંસદીય પ્રક્રિયામાં એસસી, એસટી વર્ગનું પ્રતિનિધિત્વ વધુ ૧૦ વર્ષ લંબાવાયું

લોકસભાએ મંગળવારે બંધારણમાં૧૨૬ મો સુધારા બિલ -૨૦૧૮’ ને મંજૂરી આપી દીધી છે, જેમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયોને આપવામાં આવેલા અનામતના ૧૦ વર્ષ સુધી લંબાવવાની જોગવાઈ કરવામાં આવી છે. નીચલા ગૃહમાં મતદાનમાં આ ખરડાની તરફેણમાં ૩૫૨ મતો અને તેની સામે એક પણ મત આવ્યો ન હતો.બંધારણ સુધારણા બિલને ધ્યાનમાં રાખીને, તેમાં ગૃહના કુલ સભ્યોની બહુમતી અને હાજર સભ્યોની સંખ્યાના બે-તૃતીયાંશ લોકોનો ટેકો જરૂરી છે. આ તકે કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો આખો સમાજ પછાત છે, તેથી તેને બે ભાગમાં વહેંચવાની જરૂર નથી. એસસી, એસટી સમાજમાં ક્રીમી લેયરની જરૂર નથી. કોંગ્રેસ સહિત કેટલાક સભ્યોની ચિંતાઓ પર, એંગ્લો-ભારતીય સમુદાયને બિલના કાર્યક્ષેત્રથી દૂર રાખવા અંગે, રવિશંકર પ્રસાદે કહ્યું કે કસ્ટમ્સ, રેલ્વે, ટેલિગ્રાફ વિભાગમાં આ સમુદાય માટેની પોસ્ટ્સ નાબૂદ કરવામાં આવી હતી, શૈક્ષણિક સમુદાયોની ગ્રાન્ટ રદ કરવામાં આવી હતી. એંગ્લો-ભારતીય સમુદાયની વસ્તી ૨૯૬ છે અને આ સંદર્ભે રજિસ્ટ્રાર જનરલ, વસ્તી ગણતરી ઉપર શંકા કરવી યોગ્ય નથી. કાયદા પ્રધાને કહ્યું કે જ્યારે આ સંસ્થા અનુસૂચિત જાતિના લોકોની સંખ્યા ૨૦ કરોડ બતાવે છે અને અનુસૂચિત જનજાતિના લોકોની સંખ્યા ૧૦.૪૫ કરોડ છે, તો તે સારું લાગે છે પરંતુ એંગ્લો ભારતીય વર્ગના લોકોની શંકા કરવામાં આવી રહી છે. પ્રસાદે કહ્યું કે એંગ્લો-ભારતીય સમુદાયનો વિચાર અટક્યો નથી.તેમણે કહ્યું કે આ બંધારણ સુધારણા દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્યોના અનામત ૧૦ વર્ષ માટે લંબાવવામાં આવી રહી છે જે જાન્યુઆરી ૨૦૨૦ માં સમાપ્ત થવા જઈ રહી છે. પ્રસાદે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ અનુસૂચિત જાતિ અને જનજાતિના અનામત માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને આ અનામત ક્યારેય હટાવવામાં આવશે નહીં. તેમણે કોંગ્રેસ પર બંધારણના બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાથે ભેદભાવ હોવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે વર્ષોથી તેમને ભારત રત્ન નકારવામાં આવ્યો હતો અને ૧૯૯૦ માં વી.પી.સિંઘની સરકાર દરમિયાન તેમને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા, જેને ભાજપે સમર્થન આપ્યું હતું. નોંધપાત્ર રીતે, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં છેલ્લા ૭૦ વર્ષથી એસસી, એસટી અને એંગ્લો-ભારતીય સમુદાયો માટેનું અનામત ૨૫ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. આ બિલમાં એસસી અને એસટીના સંદર્ભમાં તેને ૧૦ વર્ષ વધારવાની જોગવાઈ કરવામાં આવી છે.

નાગરિકતા સંશોધન ખરડા સામે ઉત્તર પૂર્વના રાજ્યોમાં હિંસક આંદોલન

નાગરિકત્વ સુધારા ખરડો વિરુદ્ધ આસામમાં ગઈકાલે વ્યાપક વિરોધ થયો હતો. આસુ અને નેસો (નોર્થ ઇસ્ટ સ્ટુડન્ટ્સ ઓર્ગનાઇઝેશન)એ કરેલા એલાન મુજબ ૧૧ કલાક માટે બ્રહ્મપુત્ર ખીણમાં જનજીવન ઠપ થઈ ગયું હતું. જો કે બંગાળી બહુલતાવાળી બરાક ખીણમાં બંધની અસર જોવા મળી ન હતી. બંધ સવારે પાંચ કલાકથી શરૂ થઈ સાંજે પાંચ કલાક સુધી ચાલ્યું હતું. રાજ્યમાં મોટા ભાગની દુકાનો, બજારો અને અન્ય સંકુલો સાંજે પાંચ સુધી બંધ રહ્યા હતા. રાજ્યમાં ઠેર ઠેર રેલવે વ્યવહાર પણ ઠપ થયો હતો, કારણ કે વિરોધીઓ રેલપાટાઓ પર બેસી ટ્રેનો અવરોધતા હતા. શાળા-કોલેજો બંધ રહ્યા હતા અને યુનિવર્સિટીઓની પરીક્ષાઓના સમયપત્રક બંધના કારણે ફેરવાયા હતા. રસ્તે જૂજ વાહનો દોડતા જોવા મળતા હતા. રસ્તે નીકળતા વાહનો પર વિરોધી દેખાવકારો પથ્થરો ઝીંકતા હતા.રાજ્યમાં વિવિધ ભાગોમાં વિરોધીઓએ વાહનવ્યવહાર રોકવા ટાયરો બાળી રાષ્ટ્રીય ધોરીમાર્ગો અવરોધ્યા હતા. ગુવાહાટીમાં વિવિધ વિસ્તારોમાં ખરડા વિરુદ્ધ જંગી જુલૂસો નીકળ્યા હતા.દિબ્રુગઢમાં દુલીઆજાન ખાતે ઓઇલ ઇન્ડિયા લિ.ની કચેરીમાં જતા કર્મચારીઓને રોકતા વિરોધીઓ સીઆઇએસએફના કર્મીઓ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. તિનસુકીઆથી નીકળેલો અને ગુવાહાટી જઈ રહેલા લોડેડ ટ્રકને આસામમાં વિરોધીઓએ આગ ચાંપી હતી. સીઆરપીએફનાં વાહન અને હવાઈ દળની જીપ્સીને ય પથ્થરમારામાં નુકસાન થયું હતું. ડાબેરી ઝોકવાળા ૧૬ સંગઠનોએ બંધને ટેકો આપ્યો હતો.આસામ ઉપરાંત મિમ્નેરમ, મણીપુર, ત્રિપુરા, અ‚ણાચલ પ્રદેશ, મેઘાલયમાં પણ વિવિધ સંગઠનો દ્વારા આંદોલન કરીને ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. આજે પણ આ દેખાવો ચાલુ રહેવાની સંભાવના જણાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.